• ભારત અને યુએસએ વચ્ચે રમાઈ રહી છે મેચ
  • ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
  • અર્શદીપ સિંહે પ્રથમ બોલ પર વિકેટ લેનાર બોલર

ભારત અને યુએસએ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​અર્શદીપ સિંહે પોતાની ઘાતક બોલિંગથી યુએસએના બેટ્સમેનોને દંગ કરી દીધા હતા. T20 વર્લ્ડકપની 25મી મેચમાં અર્શદીપે પહેલી જ ઓવરથી જ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે પ્રથમ બોલ પર યુએસએના બેટ્સમેન શયાન જહાંગીરને LBW આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી તેણે એ જ ઓવરના છેલ્લા બોલ પર 2 રન પર એન્ડ્રીસ ગૉઝને આઉટ કર્યો હતો. અ

અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ 

અર્શદીપ સિંહ T20 વર્લ્ડકપમાં પ્રથમ ઓવરના પહેલા બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ પહેલા આજ સુધી કોઈ ભારતીય બોલર આવું કરી શક્યો નથી. જો દુનિયાભરના બોલરોની વાત કરીએ તો બાંગ્લાદેશના બોલર મશરફે મોર્તઝાએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ બોલ પર વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2014માં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

અર્શદીપ સિંહ ચોથો બોલર

જ્યારે અફઘાનિસ્તાનના બોલર શાપૂર ઝદરાને 2014માં હોંગકોંગ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. નામિબિયાના બોલર રુબેન ટ્રમ્પેલમેને આ કારનામું બે વખત કર્યું છે. તેણે 2021માં સ્કોટલેન્ડ સામે અને 2024માં ઓમાન સામે આ સિદ્ધિ મેળવી છે. હવે અર્શદીપ સિંહ ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં આ અનોખી યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે એકંદરે ચોથો બોલર બની ગયો છે.

અર્શદીપ શાનદાર ફોર્મમાં

અર્શદીપ સિંહ આ વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે. તે સતત ઘાતક બોલિંગ કરતો જોવા મળે છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 31 રન આપીને ઈમાદ વસીમની મહત્વની વિકેટ લીધી હતી. અર્શદીપે છેલ્લી ઓવરમાં 18 રન બચાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આયર્લેન્ડ સામે પણ તેણે ઘાતક બોલિંગ કરી અને 35 રન આપીને 2 વિકેટ લીધી હતી.

  • Follow us on: