- મેચ દરમિયાન હવામાન સારું રહે તે પણ જરૂરી છે
- ત્રિનિદાદમાં વરસાદની 50 ટકા શક્યતા છે
- વરસાદ પડે તો મેચમાં વિલંબ પણ થઈ શકે છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે. આ મેચ પહેલા ભારતે ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી છે. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો રહી શકે છે. મેચ દરમિયાન હવામાનની ભૂમિકા પણ મહત્વની રહેશે. એક રિપોર્ટ અનુસાર ત્રિનિદાદમાં મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. પરંતુ તેની શક્યતાઓ ઘણી ઓછી છે. જો વરસાદ પડે તો મેચમાં વિલંબ પણ થઈ શકે છે.
ત્રિનિદાદમાં વરસાદની 50 ટકા શક્યતા
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી છે. આ ખેલાડીઓ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ મેચ દરમિયાન હવામાન સારું રહે તે પણ જરૂરી છે. મળતી માહિતિ અનુસાર ત્રિનિદાદમાં વરસાદની 50 ટકા શક્યતા છે. બપોર બાદ આકાશ વાદળછાયું રહેશે. દિવસની શરૂઆત હળવા સૂર્યપ્રકાશ સાથે થઈ શકે છે.
જાણો કયા ખેલાડીઓને મળી શકે છે તક
મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનને તક આપી શકે છે. આ બંને ખેલાડીઓ ઓપનિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે. શુભમન ગિલને નંબર 3 પર બેટિંગ કરવાની તક મળી શકે છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પણ મેદાનમાં ઉતરી શકે છે. સંજુ સેમસનને સ્થાન મળશે કે નહીં તે અંગે કંઈ કહેવું મુશ્કેલ છે. સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ પણ મેદાનમાં ઉતરી શકે છે.
સંભવિત પ્લેઇંગ XI
ભારત
યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wk), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ
કાયલ મેયર્સ, જોહ્નસન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wk), શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ઓશેન થોમસ.