- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સિરીઝ ચાલુ
- ચોથી T20માં તુષાર દેશપાંડેને ડેબ્યૂનો મોકો
- ચોથી T20 મેચમાં થઇ શકે છે ત્રણ મોટા ફેરફાર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચોની T20 સિરીઝની ચોથી મેચ શનિવારે (13 જુલાઈ) હરારેમાં રમાશે. ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા પર હશે. જ્યારે ઝિમ્બાબ્વે પાસે આ મેચમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાને ચોંકાવવાની તક મળશે. તો ચાલો જાણીએ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં શું ફેરફાર થઈ શકે છે.
ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે ત્રણ ફેરફાર
ટીમ ઈન્ડિયા ચોથી T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ આ મેચમાં શિવમ દુબેની જગ્યાએ રેયાન પરાગને તક આપી શકે છે. દુબે ઘણા સમયથી ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે જ્યારે પરાગ અત્યારે શાનદાર ફોર્મમાં છે. જરૂર પડ્યે તે બોલિંગ પણ કરી શકે છે. આ સિવાય મુકેશ કુમાર ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. છેલ્લી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.
તુષાર દેશપાંડેનું થઇ શકે છે ડેબ્યૂ
આ મેચમાં તુષાર દેશપાંડે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં અવેશ ખાન અને ખલીલ અહેમદને આરામ આપી શકે છે. તુષાર દેશપાંડેએ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ મેનેજમેન્ટ પણ આ સિરીઝમાં વધુમાં વધુ ખેલાડીઓને તક આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (c), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, મુકેશ કુમાર.