• ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે પાકિસ્તાનની ટીમ
  • પાકિસ્તાનના કેપ્ટન શાહિન આફ્રિદી ટીમમાંથી થયો બહાર
  • પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચે આ જાણકારી આપી

પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે. આ સિરીઝ 21 ઓગસ્ટથી શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ રાવલપિંડીમાં અને બીજી મેચ કરાચીમાં રમાશે. અહેવાલો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટનને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. જેનું મોટું કારણ પણ સામે આવ્યું છે. પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચે આ જાણકારી આપી છે.

શાહીન આફ્રિદી ટીમનો ભાગ નહીં હોય!

અહેવાલો અનુસાર, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહીન આફ્રિદી બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર રહી શકે છે. વાસ્તવમાં, શાહીન તેના પહેલા બાળકના જન્મને કારણે આ સિરીઝને ચૂકી શકે છે. શાહીને ફેબ્રુઆરી 2023માં અંશા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ શાહીન અને અંશા પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. બંને પોતાના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આફ્રિદીને બાંગ્લાદેશ સાથે રમાનારી ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહેવું પડી શકે છે.

કોચ જેસન ગિલેસ્પીએ આપી માહિતી

પાકિસ્તાન ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ કહ્યું કે શાહીનને તેના પહેલા બાળકના જન્મને કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર રહેવું પડી શકે છે. આવા સમયે જો શાહીન તેની પત્ની સાથે સમય પસાર કરવા માંગે છે તો બોર્ડ તેને આરામ આપશે.


શાહીન પર કોચિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કરવાનો આરોપ

ઘણા દિવસોથી શાહીન વિશે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે અસભ્ય વર્તન કર્યું છે. અહેવાલો અનુસાર, આ ઘટનાઓ T20 વર્લ્ડકપ 2024 પહેલા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 સિરીઝ દરમિયાન બની હતી. આ સિરીઝ દરમિયાન શાહીન અને બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં શાહીને યુસુફની તેના વર્તન માટે માફી પણ માંગી હતી.

  • Follow us on: