- T20 વર્લ્ડકપમાં ભારત 5 જુને રમશે પ્રથમ મેચ
- ભારતની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ કરી શકાઇ નથી
- આકાશ ચોપરાએ ભારતની તૈયારીઓ પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમ T20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવા જઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1 જૂને બાંગ્લાદેશ સાથે વોર્મ-અપ મેચ રમી હતી. જે ટીમ ઈન્ડિયાએ 60 રનથી જીતી હતી. હવે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ તૈયારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા હજુ સુધી પોતાની પ્લેઈંગ ઈલેવનને ફાઈનલ કરી શકી નથી, આ અંગે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પણ સવાલો ઉઠાવ્યા છે.
આકાશ ચોપરાએ ચિંતા વ્યક્ત કરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે શું ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી? ટીમ હજુ સુધી પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી શકી નથી. ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે અને ફિનિશરની ભૂમિકા ભજવશે આ બધું મેચ પહેલા જાણીશું.
આ સિવાય આકાશ ચોપરાએ વર્તમાન ટીમ ઈન્ડિયાની સરખામણી 2022 વર્લ્ડકપની ટીમ સાથે પણ કરી છે અને પૂછ્યું છે કે અમે ટીમમાં શું ફેરફાર કર્યા છે. આકાશ ચોપરા કહે છે કે મને લાગે છે કે અમારી પાસે હજુ પણ યોગ્ય તૈયારીનો અભાવ છે.
આ ખેલાડીઓ વોર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યા હતા
ભલે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની વોર્મ-અપ મેચ જીતી હોય, પરંતુ ઘણા ખેલાડીઓના ખરાબ પ્રદર્શને ટીમની મુશ્કેલીઓ ચોક્કસ વધારી દીધી હતી. વોર્મ અપ મેચમાં સંજુ સેમસન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો પરંતુ આ મેચમાં સંજુ ફ્લોપ સાબિત થયો હતો. તે જ સમયે, ઓલરાઉન્ડર શિવમ દુબે પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. જે બાદ વર્લ્ડકપમાં તેના સમાવેશને લઈને પણ સવાલો ઉભા થયા હતા. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓને તક મળશે.