- ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી
- દક્ષિણ આફ્રિકાનો દાવ ખતમ થયા બાદ સતત વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડી હતી
- સિરીઝની છેલ્લી મેચ 9 જૂને રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી20 મેચમાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. આફ્રિકાની ઇનિંગ્સ સમાપ્ત થયાના થોડા સમય પછી, વરસાદ શરૂ થયો, જે ચાલુ રહ્યો, જેના કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચ 12 રને જીતી હતી. સિરીઝની છેલ્લી મેચ 9 જૂને રમાશે.
આફ્રિકા તરફથી તજમીન બ્રિટ્સે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી હતી. લૌરા અને બ્રિટ્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. લૌરા 12 બોલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપે 14 બોલમાં 20 રન, બિટ્સે 39 બોલમાં 52 રન, ટ્રાયને 10 બોલમાં 12 રન, બોસે 32 બોલમાં 40 રન અને ક્લાર્કે 9 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજા-દીપ્તિએ 2-2 અને શ્રેયાંક અને રાધાએ 1-1 વિકેટ લીધી હતી.













