- બુમરાહની ટીમમાં થશે વાપસી
- બુમરાહ અંગે રોહિત શર્માનું નિવેદન
- વર્લ્ડકપ પહેલા બુમરાહને ટીમમાં મળી શકે સ્થાન
જસપ્રીત બુમરાહની વાપસીની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. બુમરાહે હવે નેશનલ ક્રિકેટ એકેડમીમાં નેટ્સ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ BCCIએ બુમરાહને લઈ મોટું અપડેટ આપ્યું હતું. જેમાં BCCIએ જણાવ્યું હતું કે, બુમરાહ એનસીએમાં પ્રેક્ટિસ મેચ રમશે. હવે કેપ્ટન રોહિત શર્માએ પણ બુમરાહની વાપસીને લઈ મોટું નિવેદન આપ્યું છે.
બુમરાહ અનુભવ લઈને આવશે
ભારતીય કેપ્ટને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં પહેલાં પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે બુમરાહ અંગે કહ્યું કે, બુમરાહ જે અનુભવ લઈને આવશે, તે ખુબ જરૂરી છે. અત્યારે મને આઈડિયા નથી કે, તે આયરલેન્ડનો પ્રવાસ કરશે કે નહીં. કારણ કે, હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
બુમરાહ વર્લ્ડકપ પહેલા રમતા જોવા મળશે
ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, જો તે રમશે, તો સારું રહેશે. અમને આશા છે કે, બુમરાહ વર્લ્ડકપ પહેલાં રમતા જોવા મળશે. જ્યારે કોઈ ખેલાડી ગંભીર ઈજા પહોંચ્યા બાદ પરત આવે છે, તો મેચ ફિટનેસ અને મેચ ભાવના મુખ્ય ઘટક હોય છે. જે આવેલા ખેલાડીમાં જોવા મળતું નથી.
બુમરાહ NCAના સંપર્કમાં
રોહિત શર્માએ આગળ કહ્યું કે, બુમરાહ અત્યારે NCAના સંપર્કમાં છે અને અત્યારે વસ્તુઓ સકારાત્મક દેખાઈ રહી છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, બુમરાહને લઈ શું યોજના બનાવવામાં આવી છે, તે આપણે જોઈશું અને આ તમામ વસ્તુ બુમરાહના રિકવરી પર નિર્ભર કરશે. અમે પણ અત્યારે NCAના સંપર્કમાં છીએ અને અત્યારે તો તમામ વસ્તુ પોઝિટિવ દેખાઈ રહી છે.
બુમરાહ એક વર્ષથી ટીમની બહાર
ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે પોતાની છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. તે ટીમની બહાર ગયા, તેનો અંદાજે 1 વર્ષથી વધુ સમય થયો છે. બુમરાહના કરિયરની વાત કરવામાં આવે તો, બુમરાહ અત્યાર સુધી 30 ટેસ્ટ, 72 વનડે અને 60 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. ટેસ્ટમાં તેમણે 128, વનડેમાં 121 અને T-20 ઈન્ટરનેશનલમાં 70 વિકેટ પોતાના નામે કરી છે.