- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં સંયુક્ત રીતે રમાશે
- વર્લ્ડકપ માટે 30 એપ્રિલે થઈ શકે ટીમ ઈન્ડિયાની જાહેરાત
BCCI ટૂંક સમયમાં T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ મોટી જાહેરાત પહેલા કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે. જેના કારણે ટીમની બેટિંગ લાઈનઅપ મજબૂત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે BCCI રોહિત શર્માના સૂચનને સ્વીકારે છે કે નહીં.
શું છે રોહિત શર્માનું સૂચન?
રિપોર્ટ અનુસાર, ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈચ્છે છે કે વિરાટ કોહલીને ભારતની T20 વર્લ્ડકપ 2024 માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવે. કોહલીના સમાવેશનો અર્થ એ પણ છે કે તેનો અનુભવ અને શાંત મન ટીમને ઉપયોગી થશે.
આ ખેલાડીઓને મળશે સ્થાન
ટીમ ઈન્ડિયા માટે ખરો પડકાર હવે શરૂ થઈ ગયો છે. રોહિત, રાહુલ, કોહલી અને સૂર્યકુમાર યાદવનું ચાર ટોચના બેટ્સમેનનું રમવુ લગભગ નિશ્ચિત છે. પરંતુ ટીમમાં વધુ મજબૂત ખેલાડીઓને સામેલ કરવા પડશે. જો શિવમ દુબે અને રિંકુ સિંહ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને ટીમમાં રાખવા હશે તો મુશ્કેલ નિર્ણય લેવો પડશે. ટીમે રિઝર્વ વિકેટકીપર અથવા રિઝર્વ બોલરોમાંથી એકને બહાર રાખવા પડશે. આવી સ્થિતિમાં બોલિંગ અથવા વિકેટકીપિંગ થોડી નબળી પડી શકે છે.
ફાસ્ટ બોલિંગ પણ ચિંતાનો વિષય
હવે બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમીની ઈજાને કારણે ફાસ્ટ બોલિંગને લઈને ચિંતા વધી છે. જસપ્રીત બુમરાહ સાથે બોલિંગની જવાબદારી કોણ સંભાળશે, આ પણ એક મોટો પડકાર છે. જો કે નવા બોલને સ્વિંગ કરવામાં માહિર અર્શદીપ સિંહને તક મળી શકે છે.
આ મુજબ હોઈ શકે છે ભારતીય ટીમ
ટોપ ઓર્ડરઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ
મિડલ અને લોઅર મિડલ ઓર્ડરઃ સંજુ સેમસન (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકુ સિંહ.
સ્પિનર: કુલદીપ યાદવ
ફાસ્ટ બોલર: જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, આવેશ ખાન/મોહમ્મદ સિરાજ
અન્ય દાવેદારો: કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા