• માલદીવના મંત્રીઓએ ભારત વિશે વાંધાજનક ટ્વીટ કરી
  • ક્રિકેટરોએ મંત્રીઓના આ નિવેદનની શરમજનક ગણાવ્યું
  • પર્યટન માટે માલદીવને ભારતના સ્થળો પસંદ કરવા કરી વિનંતી

માલદીવના મંત્રીઓ દ્વારા પીએમ મોદીને લઈને કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને દરેક ભારતીય સોશિયલ મીડિયા પર પોતપોતાના અંદાજમાં ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જેમાં સામાન્ય લોકોની સાથે ખાસ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ક્રિકેટરો પણ જોડાઈ ગયા છે. વીરેન્દ્ર સેહવાગથી લઈને ઈરફાન પઠાણ સુધીના ઘણા ક્રિકેટરોએ માલદીવના મંત્રીઓના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. આ ક્રિકેટરોએ ભારતીયોને પર્યટન માટે માલદીવને બદલે ભારતમાં અલગ-અલગ સુંદર સ્થળો પસંદ કરવા વિનંતી કરી છે.

ક્રિકેટરોએ માલદિવ પર નિશાન સાધ્યું

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ અહીં પોસ્ટ કર્યું છે. તેમણે માલદીવ અને ભારત વચ્ચેના આ મુદ્દા વિશે વાત કરી ન હતી, પરંતુ તેમણે ભારતના દરિયાકાંઠાના શહેર સિંધુદુર્ગની સુંદરતાના વખાણ કરીને અને ભારતમાં 'અતિથિ દેવો ભવ'ની ફિલોસોફી વિશે વાત કરીને માલદીવના મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું.

શું છે સમગ્ર મામલો

PM મોદીએ 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ પછી લોકો કહેવા લાગ્યા કે હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી. અહીં તેમણે પીએમ મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતું વાંધાજનક ટ્વીટ કર્યું હતું. તેમના પછી માલદીવના નેતા મલ્શા શરીફ અને મહઝૂમ મજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. આ કારણે ભારતમાં માલદીવ પ્રત્યે ગુસ્સો છે.

  • Follow us on: