ભારતીય ક્રિકેટર રાહુલ ચહરના પિતા દેશરાજ સિંહ ચહર સાથે છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એક બિલ્ડરે તેમની સાથે 26.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને જાનથી મારવાની ધમકી આપી હતી. હવે આ મામલે કેસ દાખલ કર્યો છે. રાહુલના પિતાનો આરોપ છે કે નરસી વિલેજના માલિક વાસુદેવ ગર્ગ, કર્મચારીઓ અરુણ ગુપ્તા અને પીયૂષ ગોયલે જમીન પર ઘર બનાવવા માટે પૈસા લીધા હતા. પરંતુ 12 વર્ષ બાદ પણ તેની ડીડ થઈ નથી. આપને જણાવી દઈએ કે આ મામલાની નોંધ લેતા પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.


ડીડ ઓફ ડિક્લેરેશનની માંગણી પર ધમકી મળી

રાહુલ ચાહરના પિતાએ કંપની સાથે જોડાયેલા ત્રણ લોકો પર તેમને હત્યાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તે 12 વર્ષથી આ બાબતે ચિંતિત હતો. હિંદુસ્તાનના અહેવાલ મુજબ, જ્યારે તે છેલ્લે 5 જૂન, 2024ના રોજ અરુણ ગુપ્તા અને પીયૂષ ગોયલનો સંપર્ક સાઈન ઓફ સેલની માંગ સાથે કર્યો હતો, ત્યારે બંનેએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી તે તેને ફરીથી મળ્યો ન હતો.

આગ્રાના DCPએ આપ્યું નિવેદન

આ મામલે રાહુલ ચાહરના પિતાને આગ્રાના DCPનો પણ સહયોગ મળ્યો છે. DCP સિટી સૂરજ કુમાર રાયના જણાવ્યા અનુસાર, રાહુલ ચાહરના પિતા પાસે ઘર માટે આપવામાં આવેલા પૈસાના પુરાવા છે. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને પુરાવાના આધારે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

રાહુલ ચહરના પિતાએ મે 2024માં આ મામલે ફરિયાદ કરી હતી. રાહુતના પિતાની ફરિયાદ મુજબ કંપનીના માલિક વાસુદેવ ગર્ગે નરસી વિલેજ નામની વસાહત બનાવી છે. રાહુલના પિતાએ 2012માં એક જ કોલોનીમાં બે પ્લોટ બુક કરાવ્યા હતા, જેના પર કંપની ઘર બનાવવાની હતી. તેમણે આરોપ લગાવ્યો છેકે બિલ્ડરે તેમનો પ્લોટ 2016માં અન્ય કોઈને વેચી દીધો હતો.

રાહુલના પિતાને આ વાતની જાણ થઈ તો તેમણે વાસુદેવ ગર્ગ પાસેથી તેમની ડિપોઝીટ માંગી, જે તેમને પરત મળી ગઈ. આ પછી દેશરાજ સિંહે 2018માં બીજો પ્લોટ તેમના પુત્ર રાહુલ ચાહરના નામે ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. આ માટે તેમની પાસેથી રૂ. 32 હજારની ટ્રાન્સફર ફી લેવામાં આવી હતી, જે કંપનીએ તેમને આજદિન સુધી સોંપી નથી. પ્લોટ પર મકાન બનાવવા માટે બાકીની 26.50 લાખની રકમ પણ આપી દીધી છે. પરંતુ ઘર બની ગયું હોવા છતાં બિલ્ડર વાસુદેવ ગર્ગે ડીડ કરી નથી. તેમનો આરોપ છે કે બિલ્ડર પ્લોટની જેમ અન્ય કોઈને મકાન વેચવાની તૈયારી કરી રહ્યો છે.

  • Follow us on: