- યુઝવેન્દ્ર ચહલને ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી રહી નથી
- ટીમ ઈન્ડિયામાં વધુ તક ન મળવાને કારણે ચહલે મોટો નિર્ણય લીધો છે
- યુઝવેન્દ્ર ચહલ આ દેશ માટે રમતો જોવા મળશે
યુઝવેન્દ્ર ચહલને છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી રહી નથી. જ્યારે તેને ટીમમાં તક મળે છે પરંતુ રમવાની બહાર રાખવામાં આવે છે. યુઝવેન્દ્ર ચહલ ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળવાને કારણે તેણે આખી ટૂર્નામેન્ટ બહાર બેસી રહ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો છે. યુઝવેન્દ્ર ચહલ હવે ઈંગ્લિશ ટીમ તરફથી રમતા જોવા મળશે.
ચહલની કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં એન્ટ્રી
યુઝવેન્દ્ર ચહલ હવે કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની પાંચ મેચો માટે નોર્થમ્પટનશાયર ટીમ સાથે જોડાઈ ગયો છે. યુઝવેન્દ્ર ચહલ બુધવારે કેન્ટરબરીના પ્રવાસ પહેલા ટીમ સાથે જોડાશે. જે બાદ તે બાકીની તમામ મેચોમાં રમતા જોવા મળશે. ચહલના કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં ટીમ સાથે જોડાવાના સમાચાર નોર્થમ્પટનશાયર દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે. નોર્થમ્પ્ટનશાયરના મુખ્ય કોચ જોન સેડલર યુઝવેન્દ્ર ચહલને તેમની ટીમમાં સામેલ કરવા માટે એક્સાઈટેડ છે અને આશા રાખે છે કે તે ક્લબના બોલિંગ આક્રમણને વધુ તાકાત આપશે.
આ સિવાય તેમને કહ્યું કે યુઝવેન્દ્ર અન્ય એક ઉચ્ચ-પ્રોફાઈલ વિદેશી ખેલાડી છે, જે તેની સાથે અનુભવ અને કેટલીક અવિશ્વસનીય કુશળતા લાવે છે. તેનો રેકોર્ડ પોતાના માટે બોલે છે અને તેની વિકેટ લેવાની ક્ષમતા અમારા આક્રમણને મજબૂત બનાવશે.
ટી20 ક્રિકેટમાં શાનદાર પ્લેયર
યુઝવેન્દ્ર ચહલ ટી-20 ક્રિકેટમાં ઘણી સારી બોલિંગ કરે છે. જેના કારણે ચહલ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 80 ટી20 મેચ રમી છે. જ્યારે બોલિંગમાં તેને 96 વિકેટ લીધી છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં પણ 200 થી વધુ વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં અત્યાર સુધી 160 મેચ રમી છે. જેમાં તેના નામે 205 વિકેટ છે.
યુઝવેન્દ્ર ચહલનું ક્રિકેટ કરિયર
યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 72 વનડે અને 80 ટી20 મેચ રમી છે. યુઝવેન્દ્ર ચહલે 72 વનડે મેચમાં 121 વિકેટ લીધી છે. આ સિવાય તેને 80 ટી20 મેચમાં 96 વિકેટ લીધી હતી.