• ટીમ ઈન્ડિયાએ રોહિતની આગેવાનીમાં T20 વર્લ્ડકપ જીત્યો હતો
  • રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
  • રોહિત શર્માએ વનડે અને ટેસ્ટમાં નિવૃતિ અંગે આપ્યું નિવેદન

ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપનો ખિતાબ જીતાડ્યા બાદ રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી રોહિત બ્રેક પર છે. હવે ફરી એકવાર તેમને નિવૃત્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો તેમણે જવાબ આપતા કહ્યું કે, તેનો હાલ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. રોહિતે કહ્યું કે તે ભવિષ્યમાં તેની સિદ્ધિઓમાં વધારો કરવા માંગે છે. ભારતીય કેપ્ટને એક એવોર્ડ સમારોહમાં આ બધી વાતો કહી હતી.

રોહિત શર્માએ આપ્યું નિવેદન

રોહિતે વધુમાં કહ્યું, 'આઈપીએલમાં પાંચ ટ્રોફી જીતવા પાછળ એક કારણ છે. હું અહીં અટકવાનો નથી, કારણ કે જ્યારે તમને મેચ જીતવાનો, વર્લ્ડકપ જીતવાનો સ્વાદ મળે છે, ત્યારે તમે તેને રોકવાનો પ્રયાસ કરતા નથી. અમે ટીમને આગળ વધારીશું. અમે ભવિષ્યમાં પણ આને હાંસલ કરવાનો પ્રયાસ કરતા રહીશું. અમારી સામે કઠિન ટીમોનો પ્રવાસ છે, જે અમારા માટે ખૂબ જ પડકારજનક રહેશે. જ્યારે તમે કંઈક પ્રાપ્ત કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે વધુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો. હું માનું છું કે મારા સાથી ખેલાડીઓ પણ કંઈક આવું જ વિચારતા હશે.

આશા છે કે અમે આ કરી શકીશું - રોહિત

રોહિતે વધુમાં કહ્યું, 'ભારતીય ટીમ માટે આ રોમાંચક સમય છે. સાચું કહું તો છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમમાં ખરો ઉત્સાહ છે. પરંતુ જેમ મેં કહ્યું તેમ, આવનારા કેટલાક વર્ષો આપણા બધા માટે ખૂબ જ રોમાંચક રહેશે. તેથી હું આશા રાખું છું કે અમે આ કરી શકીશું અને અમારી રમતનો પૂરેપૂરો આનંદ લઈ શકીશું અને અમારી સામે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરીશું.

ટીમ ઈન્ડયાનું આગામી શેડ્યૂલ

ભારતીય ટીમને હવે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ત્યારબાદ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમશે. જો ટીમ આ તમામ મેચ જીતી જાય છે તો તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા પાંચ મેચની સીરીઝ રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જો ટીમ કાંગારૂઓ સામે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહે છે તો કાંગારૂઓની ધરતી પર આ તેની સતત ત્રીજી જીત હશે.

  • Follow us on: