• IOAના અધ્યક્ષ ડૉ. પી.ટી. ઉષાએ એક નિવેદન આપ્યું છે
  • જેમાં વિનેશ ફોગાટના વજનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે
  • વજનનું મેનેજમેન્ટ કરવું એ ખેલાડી અને કોચની જવાબદારી છે

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ ડૉ. પી.ટી. ઉષાએ રવિવારે એક નિવેદન આપ્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર નિવેદન દરમિયાન પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલો ફ્રી સ્ટાઇલમાં અયોગ્ય જાહેર થયેલી વિનેશનું નામ લેવામાં આવ્યું ન હતું. પરંતુ એવું માનવામાં આવે છે કે તેણે ઇશારા દ્વારા વિનેશને ચોક્કસ સલાહ આપી છે.

પી.ટી. ઉષાએ આપ્યું મોટું નિવેદન

ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને હવે IOAના ચીફ ડૉ. પી.ટી. ઉષાએ કહ્યું – વજનનું મેનેજમેન્ટ કરવું એ ખેલાડી અને કોચની જવાબદારી છે. ખાસ કરીને કુસ્તી, વેઈટ લિફ્ટિંગ, બોક્સિંગ અને જુડો જેવી રમતોમાં. આ રમતોમાં ખેલાડીના વજન મેનેજમેન્ટની જવાબદારી દરેક ખેલાડી અને તેના કોચની છે, અને IOA દ્વારા નિયુક્ત ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નહીં.

IOA એ થોડા મહિનાઓ પહેલા એક મેડિકલ ટીમની નિમણૂક કરી હતી, જે ખેલાડીઓને ઈવેન્ટ દરમિયાન અને પછી તેમની પુનઃપ્રાપ્તિ અને ઈજાના સંચાલનમાં પ્રાથમિક રીતે મદદ કરશે. આ ટીમ એવા એથ્લેટ્સને મદદ કરવા માટે પણ બનાવવામાં આવી હતી કે જેમની પાસે ન્યુટ્રીશિયન અને ફિઝિયોથેરાપિસ્ટની પોતાની ટીમ નથી.

ડો.પારડીવાલાનો બચાવ કર્યો હતો

ડૉ. ઉષાએ કહ્યું કે IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. પારડીવાલા પ્રત્યેની નફરત અસ્વીકાર્ય છે અને તેની નિંદા ના થવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે IOA મેડિકલ ટીમ પર આરોપ લગાવનારા કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હકીકતો પર વિચાર કરશે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને મહિલા 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ આ નિવેદન આવ્યું છે કારણ કે તેણીએ ટાઇટલ મેચ પહેલા નિર્ધારિત વજન કરતા 100 ગ્રામ વજન વધારે હતું

વિનેશ કેસનો ચુકાદો 13 ઓગસ્ટે આવશે

વિનેશે પોતાની ગેરલાયકાત સામે રમતગમતની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. ફોગાટે અગાઉ ફાઈનલ મેચ રમવાની માંગ કરી હતી, પરંતુ તેમની અપીલ પર CAS એ કહ્યું કે તે મેચને રોકી શકે નહીં, જેના પછી ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી હતી. આ મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને 13 ઓગસ્ટની સાંજ સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.

  • Follow us on: