• હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાંથી MIમાં ટ્રેડ થયો
  • આશિષ નેહરાનું હાર્દિક પંડ્યાને લઈને નિવેદન આપ્યું
  • હાર્દિકને સાથે રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો નથી

IPL 2024 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ માટે નહીં પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડ્યા બાદ પ્રથમ વખત ટીમના કોચ આશિષ નેહરાએ પોતાનું મૌન તોડ્યું છે. ગુજરાતના કોચ આશિષ નેહરાનું હાર્દિક પંડ્યાને લઈને નિવેદન સામે આવ્યું છે.

હાર્દિક વિશે આશિષનું ચોંકાવનારું નિવેદન

વાસ્તવમાં, IPL 2024ની હરાજી પહેલા, હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડી દીધી અને તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો છે. આટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન્સી પરથી હટાવીને હાર્દિકને નવો કેપ્ટન બનાવ્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિકના ગુજરાત ટાઇટન્સ છોડવા અંગે ટીમના કોચ આશિષ નેહરાએ કહ્યું કે મેં ક્યારેય હાર્દિકને સાથે રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો નથી. જે રીતે આ રમત આગળ વધી રહી છે, તેમ આપણને આવા વધુ ફેરફારો જોવા મળશે. જેમ કે ફૂટબોલના આંતરરાષ્ટ્રીય ક્લબ માર્કેટમાં જોઈએ છીએ. એટલે કે આશિષ નેહરા સ્પષ્ટ કહે છે કે હાર્દિકને તેણે ગુજરાતમાં રહેવા માટે મનાવ્યો નહોતો, તે જવા માંગતો હતો અને ચાલ્યો ગયો.

હાર્દિકે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું

IPL 2023માં, ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બની હતી. આ સિઝનમાં ગુજરાતે હાર્દિકને ખરીદ્યો હતો અને ટીમની કમાન પણ પંડ્યાને સોંપવામાં આવી હતી. પ્રથમ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. હાર્દિકે પોતાની કપ્તાની હેઠળ પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પછી IPL 2023માં પણ ટીમનું પ્રદર્શન સારું રહ્યું અને ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું. જો કે, આ વખતે ગુજરાત ટાઇટન્સ તેનું બીજું IPL ટાઇટલ ચૂકી ગયું અને ફાઇનલમાં એમએસ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સે હાર્દિકના ગુજરાતને હરાવીને પાંચમી વખત ટાઇટલ કબજે કર્યું હતું.

  • Follow us on: