• IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
  • હરાજીમાં 333 ખેલાડીઓમાંથી 77 પર ટીમો લગાવશે બોલી
  • IPLના મિની ઓક્શનમાં ટીમોનું કુલ બજેટ 262.95 કરોડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટેની હરાજી મંગળવારે એટલે કે, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આ માટે તમામ ફ્રેન્ચાઈઝીએ તૈયારીઓ કરી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. IPL 2024ની હરાજી માટે 333 ખેલાડીઓના નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી માત્ર 77 ખેલાડીઓને જ ખરીદી શકાય છે. આ 77 ખેલાડીઓ પર ટીમો કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. દર્શકો આઈપીએલની આ મીની હરાજી ઓનલાઈન ફ્રીમાં જોઈ શકશે.

IPLની હરાજી પહેલા ટીમોએ ખેલાડીઓની રીટેઈન અને રીલીઝ યાદી જાહેર કરી હતી. તેથી, હરાજીમાં ઘણા મોટા નામો પણ જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાનો ટ્રેડ કર્યો છે. તે ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. પંડ્યાને મુંબઈનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. પંડ્યાને સુકાનીપદ મળ્યા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર મુંબઈને ખૂબ ટ્રોલ કર્યું હતું. રોહિત શર્માના ફેન્સ આ નિર્ણયથી ખુશ નથી.

77 ખેલાડી પર લાગશે બોલી

IPLની આ મિની ઓક્શનમાં કુલ 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટીમોનું કુલ બજેટ છે. આ પૈસાથી 77 ખેલાડીઓ ખરીદવા પડશે. તેમાં 30 વિદેશી ખેલાડીઓ હોવા જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ તો તેમની પાસે 31.4 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. ચેન્નાઈ પાસે 6 ખેલાડીઓ માટે સ્લોટ ઉપલબ્ધ છે. દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 28.95 કરોડ છે. દિલ્હીએ 9 ખેલાડીઓ ખરીદવાના છે. ગુજરાત ટાઇટન્સ પાસે રૂ. 38.15 કરોડ છે. તેણે 8 ખેલાડીઓ ખરીદવાના છે. કોલકાતા પાસે રૂ. 32.7 કરોડ છે. તેણે 12 ખેલાડીઓ ખરીદવાના છે.

હરાજીનું લાઈવ પ્રસારણ

નોંધનીય છે કે ચાહકો IPL 2024ની હરાજી ઑનલાઇન નિ:શુલ્ક જોઈ શકશે. તે જિઓ સિનેમા પર બતાવવામાં આવશે. આ સાથે ટીવી દર્શકો તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકશે. હરાજી બપોરે 1 વાગ્યાથી થશે.


  • Follow us on: