• 3 દીકરીઓ સાથે ધોનીને જોવા સ્ટેડિયમ પહોંચ્યા પિતા
  • ધોનીની આ છેલ્લી સીઝન હોવાના અંદાજને લઈને ફેન્સમાં પ્રેમ
  • મારા પિતાએ આ ટિકિટ મેળવવા માટે અનેકગણી મહેનત કરીઃદીકરી

ધોનીનો ક્રેઝ લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હાલમાં ધોનીના એક ફેનનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હેરાન કરી દેનારો છે. એક વ્યક્તિએ પોતાના બાળકોની ફી ભરવાને બદલે આઈપીએલની ટિકિટ ખરીદી લીધી. તે દીકરીઓની સાથે મેચ જોવા પહોંચી ગયા. આ ફેનનું કહેવું છે કે તે ધોનીને પોતાની સામે મેચ રમવા જોવા ઈચ્છતો હતો. તેણે પોતાની સાથે તેની 3 દીકરીઓ માટે પણ ટિકિટ ખરીદી. ટિકિટ મળી રહી ન હતી તો તેણે રૂ. 64 હજાર ખર્ચીને બ્લેકમાં ટિકિટ ખરીદી લીધી હતી.

દીકરીઓએ પણ વ્યક્ત કર્યો આનંદ

ધોનીના આ ફેને કહ્યું કે મારે મારી દીકરીઓની સ્કૂલની ફી જમા કરવાની છે. અને સાથે જ અમે ધોનીને પણ અમારી સામે રમતો જોવા માંગીએ છીએ. આ માટે મેં તેમની શાળાની ફી ન ભરીને આઈપીએલની ટિકિટ બ્લેકમાં ખરીદી. આજે મારી દીકરીઓ ખુશ છે. ફેનની નાની દીકરીએ કહ્યું કે મારા પિતાએ આ ટિકિટ મેળવવા માટે અનેકગણી મહેનત કરી હતી. જો કે ઈન્સ્ટાગ્રામ પર જ્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે કેટલાક ફેન્સે નારાજગી પણ દેખાડી છે. તેમનું માનવું છે કે અભ્યાસ મેચ કરતા વધારે જરૂરી છે. વીડિયો પોસ્ટ કરનારાએ કહ્યું કે આ મૂર્ખતાને માટે મારી પાસે શબ્દો નથી.

કેટલાક લોકોએ કર્યો સપોર્ટ

કેટલાક લોકોએ આ પિતાને સપોર્ટ કર્યો છે. એક યૂઝરે લખ્યું કે પોતાની દીકરીઓને એક શાનદાર યાદ આપવા માટે આ પિતાએ સારું પગલું લીધું છે. તેઓએ લખ્યું કે આ બાળકીઓ આ પળને આનંદથી માણી રહી છે અને જીવનભર પિતાના આ કામ માટે તેમને યાદ કરશે. જ્યાં સુધી બાળકોની ફીની વાત છે તો પિતા ગમે તેમ કરીને તેને ભરી જ દેશે. પણ આ પળ કદાચ તેમના જીવનમાં ફરી નહીં આવે. મેચમાં સીએસકેએ કેકેઆરને 7 વિકેટે હરાવ્યું હતું. અનુમાન છે કે આ ધોનીની છેલ્લી સીઝન પણ હોઈ શકે છે. આ માટે દર્શકો અને ફેન્સમાં ધોનીને લઈને વધારે ઉત્સાહ છે.  

  • Follow us on: