- જેક ફ્રેઝરે રમી જબરદસ્ત ઈનિંગ
- ફ્લોપ રહ્યા લખનૌના બોલર્સ
- આયુષ બદોનીએ લગાવ્યું અર્ધશતક
દિલ્હી કેપિટલ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને 6 વિકેટે હરાવી દીધું છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના બોલર્સ અને બેટ્સમેનને કમાલનું પ્રદર્શન કર્યું છે. મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌએ દિલ્હીને જીત માટે 168 રનનો ટારગેટ આપ્યો હતો. તેના જવાબમાં દિલ્હીએ ટારગેટને સરળતાથી પૂરો કર્યો. લખનૌની ટીમે આ પહેલા 13 મેચમાં 160થી વધુ રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. તેમાં તેઓએ જીત પણ મેળવી હતી. આ મેચમાં 167 રન બનાવીને પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો. હવે દિલ્હી કેપિટલ્સની ટીમે લખનૌના મહારેકોર્ડને તોડી દીધો છે અને તેને ઘરમાં જ હરાવી દીધું છે.
જેક ફ્રેઝરે રમી શાનદારી ઈનિંગ
મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી નથી. જ્યારે સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર ફક્ત 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પછી પૃથ્વી શૉ અને ડેબ્યૂ કરનારા જેક ફ્રેઝરે સારી બેટિંગ કરી. જેકે પહેલા જ આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું. તેઓએ કૃણાલ પંડ્યાના 3 બોલમાં સતત સિક્સ લગાવી હતી. તેઓએ લખનૌના હાથમાંથી મેચ છીનવી. 25 બોલમાં 55 રન બનાવ્યા. જેમાં 5 સિક્સ સામેલ હતી. શૉ 32 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત પણ સારા પરફોર્મન્સમાં જોવા મળ્યા. તેઓએ મેચમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. ટીમને ટ્રિસ્ટન સ્ટબ્સે સિક્સ મારીને જીત અપાવી હતી.
ફ્લોપ રહ્યા લખનૌના બોલર્સ
લખનૌ સુપર જાયન્ટ્સને માટે કોઈ પણ બોલર્સ સારું પ્રદર્શન કરી શક્યા નથી. રવિ બિશ્નોઈ 2 વિકેટ લેવામાં સફળ રહ્યા. પણ પંડ્યા મોંઘા સાબિત થયા. તેઓએ 3 ઓવરમાં 45 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં. યશ ઠાકુર અને નવીન 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
આયુષ બદોનીએ લગાવ્યું અર્ધશતક
લખનૌ સુપર જાયન્ટ્સને માટે આયુષ બદોનીએ કમાલનું પરફોર્મન્સ આપ્યું. તેના કારણે ટીમને એક ખાસ સ્કોર સુધી પહોંચવામાં સફળતા મળી. ટીમ માટે આયુષે 35 બોલમાં 55 રન બનાવ્યા અને સાથે તેમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. અરશદે 20 રન બનાવ્યા. બંને પ્લેયર્સે શાનદાર બેટિંગ કરી હતી. ટીમે એક સમયે 94 રનમાં 7 વિકેટ ખોવી. આ પછી આયુષે પોતાનું રૂપ બતાવ્યું. ટીમ માટે અન્ય ખેલાડીના સ્કોરની વાત કરીએ તો પડ્ડીકલે 3 રન, માર્કસ સ્ટોઈનિસે 8 રન અને જીપક હુડ્ડા 10 રન બનાવવામાં સફળ રહ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 39 રન બનાવ્યા. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પહેલા બેટિંગ કરીને 167 રન બનાવ્યા હતા.