• IPL 2024માં પંત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે
  • આ સિઝનમાં અત્યાર સુધીમાં પંતે 2 ફિફ્ટી ફટકારી
  • T20 વર્લ્ડકપ માટે ટિમ ઈન્ડિયામાં પંતનું સ્થાન નિશ્ચિત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શાનદાર વાપસી કરી છે. હવે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં પંતે 2 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય વિકેટ કીપિંગમાં પણ પંતની શ્રેષ્ઠતા દેખાઈ રહી છે. IPL 2024ની શરૂઆત પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે પંતની વાપસી કેવી રહેશે, શું પંત T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમમાં જગ્યા બનાવી શકશે?

જે બાદ હવે એવું લાગી રહ્યું છે કે પંત આગામી વર્લ્ડકપમાં રમશે તે નિશ્ચિત છે. તે જ સમયે, BCCI પસંદગીકારો પણ T20 વર્લ્ડકપ માટે એક ઉત્તમ વિકેટકીપર બેટ્સમેનની શોધમાં હતા. જેમાં ઘણા ખેલાડીઓના નામ સામેલ છે. પરંતુ હવે લાગે છે કે પંતે પસંદગીકારોની શોધ ઘણી હદ સુધી પૂર્ણ કરી છે. જે બાદ આ ખેલાડીઓનું ટેન્શન વધી ગયું છે.

1. ઈશાન કિશન

IPL 2024માં ઈશાન કિશનની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને પહેલી જ મેચમાં ઈશાન શૂન્ય રને આઉટ થયો હતો. જો કે તે પછી ઈશાન પોતાની જૂની લયમાં પાછો ફર્યો અને મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર ઈનિંગ્સ રમી. કિશન T20 વર્લ્ડકપ 2024 માટે BCCI પસંદગીકારોની નજરમાં પણ છે. જોકે, જો પંતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો ઈશાનનું સ્થાન જોખમમાં આવી શકે છે.

2. સંજુ સેમસન

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન IPL 2024માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી સંજુની ટીમ રાજસ્થાન આ સિઝનમાં એક પણ મેચ હારી નથી. જેમાં સંજુનો પણ મહત્વનો રોલ છે. સંજુ શાનદાર બેટિંગ કરી રહ્યો છે, આ સિઝનમાં અત્યાર સુધીમાં તેણે બે ફિફ્ટી ફટકારી છે. સંજુ પણ સારી વિકેટકીપિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન પણ T20 વર્લ્ડ કપ માટે પસંદગીકારોની યાદીમાં છે પરંતુ પંત ​​તેના માટે પણ ખતરો બની શકે છે.

  • Follow us on: