• પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • શિખર ધવને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • અર્શદીપ સિંહે T20 ક્રિકેટમાં 150 વિકેટ પૂરી કરી

IPL 2024ની 23મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબના કેપ્ટન શિખર ધવને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે મહદ અંશે સાચો સાબિત થયો હોવાનું જણાયું હતું. આ મેચમાં પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. આ સાથે અર્શદીપે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અર્શદીપે બનાવ્યો રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અર્શદીપ સિંહ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. અર્શદીપે એક જ ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને બે મોટા ઝટકા આપ્યા હતા. અર્શદીપે પહેલા ટ્રેવિસ હેડ અને પછી એડન માર્કરામને પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે ટી20 ક્રિકેટમાં અર્શદીપના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. અર્શદીપે T20 ક્રિકેટમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે.

અર્શદીપે પોતાની 123મી મેચમાં 150 T20 વિકેટ લીધી છે. હવે અર્શદીપે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને પણ પાછળ છોડી દીધો છે. પેટ કમિન્સને તેની 150 T20 વિકેટ પૂરી કરવા માટે 134 મેચ રમી હતા. જે બાદ અર્શદીપ હવે તેનાથી આગળ નીકળી ગયો છે.

પાવરપ્લેમાં પંજાબની શાનદાર બોલિંગ.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના પાવરપ્લેમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પંજાબના બોલરોએ પાવરપ્લેમાં હૈદરાબાદને 3 મોટા આંચકા આપ્યા હતા. જેમાં અર્શદીપ સિંહે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સેમ કરને એક વિકેટ લીધી હતી. પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 3 વિકેટ ગુમાવીને 40 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પાવરપ્લેમાં જ તેના ટોપ-3 બેટ્સમેન ગુમાવ્યા હતા.


  • Follow us on: