• પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં
  • PCBએ બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવ્યો હતો
  • PCBએ અઝહર મહમૂદને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે કારણ કે ટીમમાં કોઈપણ ઘટનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે PCB હેડ કોચને લઈને સમાચારમાં છે.

શું છે સમગ્ર મામલો?

પાકિસ્તાની ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચને લઈને થોડી ઉથલપાથલ થઈ છે. ગેરી કર્સ્ટનને થોડી વધુ રાહ જોવી પડશે. તેમના સ્થાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પૂર્વ ફાસ્ટ બોલર અઝહર મહમૂદને ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સીરિઝ માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ગેરી કર્સ્ટન IPL ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા છે, જેના કારણે તેમના પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ બનવામાં થોડો વિલંબ થયો છે.

કોણ છે અઝહર મેહમૂદ?

અઝહર મહમૂદ પોતે પાકિસ્તાન તરફથી રમી ચૂક્યો છે અને 2016 થી 2019 સુધી ટીમનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે. તેનો અનુભવ ટીમ માટે ઘણો ઉપયોગી થશે. તેની સાથે ટીમને વધુ મજબૂત કરવા માટે મોહમ્મદ યુસુફને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે સ્પિન બોલિંગ કોચ સઈદ અજમલ છે. અઝહરે 164 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 162 વિકેટ લીધી છે અને 2,421 રન બનાવ્યા છે."

જ્યારે વહાબ રિયાઝને સિનિયર ટીમ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ODI વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડનાર બાબર આઝમ ફરી એકવાર ટીમની કમાન સંભાળશે. પાકિસ્તાનની આખી ટીમ હાલમાં કાબુલમાં એક મિલિટ્રી ફિટનેસ કેમ્પમાં ભાગ લઈ રહી છે.

  • Follow us on: