- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જુનથી થશે
- આ વર્લ્ડકપ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
- T20 વર્લ્ડકપમાં રિષભ પંતને ટીમમાં મળશે સ્થાન
હાલમાં ભારતમાં IPL 2024ને લઈને ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ ચરમસીમાએ છે. પરંતુ આ દરમિયાન T20 વર્લ્ડકપ 2024ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે, જેમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ જગ્યા મળી શકે છે. 30 ડિસેમ્બર 2022ની રાત્રે રિષભ પંત કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ પછી તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. પરંતુ હવે તે IPLમાંથી પરત ફર્યો છે અને તેની જુની સ્ટાઈલમાં રન બનાવી રહ્યો છે.
પંત સહિત ઘણા ખેલાડીઓ પર નજર
એક અહેવાલ મુજબ રિષભ પંતની પણ ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો, પંત સિવાય BCCI પસંદગીકારો ઘણા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જ્યારે પંત આઈપીએલમાં વિકેટકીપિંગમાં કમાલ કરી રહ્યો છે, ત્યારે તે બેટિંગની લયમાં પાછો ફરતા જણાય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે સતત બે ફિફ્ટી ફટકારી છે.
સૂત્રોએ જણાવ્યું કે રિષભ પંત પોતાનું ફોર્મ બતાવી રહ્યો છે અને ભવિષ્યમાં તે કેટલો ફિટ રહે છે તે અમે જોઈશું, પરંતુ અત્યારે તે સારો દેખાઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ઘણા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જેમાંથી પંત પણ એક છે. આ વર્ષે T20 વર્લ્ડકપ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાશે
આ મહિનાની છેલ્લી તારીખે યોજાશે બેઠક
T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત આ મહિનાના અંતમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારોની બેઠક આ મહિનાની છેલ્લી તારીખે એટલે કે 30મી એપ્રિલ અથવા મેના પહેલા દિવસે થઈ શકે છે. ત્યાર બાદ વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે.