જો આપણે પંજાબના મહારાજા યાદવિંદર સિંહ સ્ટેડિયમની પિચમાં ઉછાળ અને સ્વિંગ જોવા મળે છે. એટલે કે આ પિચ પર સ્પિનરો કરતા ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળે છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરે છે, જેથી ભેજનો ફાયદો ઉઠાવી શકાય. આ મેદાન પર એક જ IPL મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંજાબે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
હેડ ટુ હેડ રેકોર્ડ
જો આપણે PBKS અને SRH વચ્ચેના હેડ ટુ હેડ આંકડા જોઈએ તો SRH વધુ મજબૂત દેખાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ અત્યાર સુધીમાં 21 વખત સામસામે આવી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન પંજાબે માત્ર 7 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદે 14 મેચ જીતી છે. SRHએ પ્રથમ બેટિંગ કરતા 8 મેચ અને ટાર્ગેટનો પીછો કરતા 6 મેચ જીતી છે. બીજી તરફ પંજાબે પ્રથમ બેટિંગ કરતા 4 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 3 મેચ જીતી છે.
કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી પ્રદાન કરશે.
આ રીતે જોઇ શકશો લાઇવ
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે sandesh.com પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ: શિખર ધવન (c), જોની બેરસ્ટો, જીતેશ શર્મા (wk), પ્રભસિમરન સિંહ, સેમ કરન, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કગીસો રબાડા, અર્શદીપ સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયર્સ- તનય થિયાગરાજન, નાથન એલિસ, આશુતોષ શર્મા, રાહુલ ચહર, વિધ્વથ કાવેરપ્પા.
સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ- ટ્રેવિસ હેડ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ ત્રિપાઠી