• પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝ રમાશે
  • સીરિઝ માટે PCBએ પાકિસ્તાન ટીમની કરી જાહેરાત
  • મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમની ટીમમાં વાપસી

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે સીરીઝ રમવા જઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે આ T20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમે ફરી એકવાર પાકિસ્તાની ટીમની કપ્તાની સંભાળી છે. શાહીન આફ્રિદીને વર્લ્ડકપ પહેલા જ સફેદ બોલની ક્રિકેટની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. જે બાદ બાબર આઝમ ફરી એકવાર કેપ્ટન્સી કરતો જોવા મળશે.

આ ખેલાડીઓની વાપસી

મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમે થોડા દિવસો પહેલા જ નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. જે બાદ આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડકપ 2024 માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યા હતા. જ્યારે ફાસ્ટ બોલર હારિસ રઉફ આ સીરિઝ માટે ઉપલબ્ધ નથી. વાસ્તવમાં, હારિસ રઉફને પાકિસ્તાન સુપર લીગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર વહાબ રિયાઝે મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમનો ટીમમાં સમાવેશ કરવા અંગે કહ્યું કે હારિસ રઉફની ઇજા અને મોહમ્મદ નવાઝના વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને લીધો હતો. આમિર અને ઈમાદ બંને એકલા હાથે મેચની બાજી પલટવામાં સક્ષમ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ ટીમના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે સતત મજબૂત પ્રદર્શન કરશે. તેણે વધુમાં કહ્યું કે અમે યુએસ અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડકપ 2024ની તૈયારી કરી રહ્યા છીએ, આ સીરિઝ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. . હું આશા રાખું છું કે ખેલાડીઓ તેમને મળેલી તકોનો ફાયદો ઉઠાવીને વર્લ્ડકપ માટે તેમનું સ્થાન મજબૂત કરશે.

ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, ઈરફાન ખાન, નસીમ શાહ, સઈમ અયુબ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર. ઉસ્માન ખાન, જમાન ખાન.

  • Follow us on: