• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જુનથી થશે
  • આ વર્લ્ડકપ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
  • એપ્રિલના અંતમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

આ વર્ષે જુનમાં યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુકત રીતે T20 વર્લ્ડકપ યોજાશે. ICCએ વર્લ્ડકપનું શેડ્યૂલ એક મહિના પહેલા જાહેર કરવામાં આવ્યું છે. ICCએ બધી ટીમોને એક વર્લ્ડકપ ચાલુ થવાના એક મહિના પહેલા એટલે કે 1મે સુધીમાં ટીમ જાહેરાત કરવાનું કહ્યું છે. હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. જ્યારે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે ત્યારે ખેલાડીઓનું IPL પ્રદર્શન પણ જોવામાં આવશે. આ કારણોસર વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી ચૂકેલા કેટલાક ખેલાડીઓનું પત્તુ કપાઈ શકે છે.

આ ખેલાડીઓનું કપાશે પત્તુ

IPL 2024માં અત્યાર સુધી 22 મેચો રમાઈ છે. જેમા દરેક ટીમ 4 થી 5 મેચ રમી છે. પરંતું આપણે IPL 2024માં ખેલાડીઓના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો જ્યારે કેટલાક ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો મજબૂત દાવો કરી રહ્યા છે. ત્યારે કેટલાક એવા ખેલાડીઓ છે જે આ સિઝનમાં કઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જો આપણે ખરાબ પ્રદર્શનની વાત કરીએ તો શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ હજુ સુધી બેટિંગમાં કમાલ કરી શક્યા નથી. જે ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવી હતી. આ સિઝનમાં તેમની એવરેજ અને સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે IPLની શરૂઆત છે એટલે પસંદગીકારો શું નિર્ણય લેશે તે રસપ્રદ છે.

કેએલ રાહુલનું પ્રદર્શન

કેએલ રાહુલની આગેવાનીમાં લખનૌ રમી રહી છે. કેએલ રાહુલે IPL 2024માં અત્યાર સુધી 4 મેચ રમી છે. જેમાં તેણે 128.57ની સ્ટ્રાઈક રેટ અને 31.50ની એવરેજથી માત્ર 126 રન બનાવ્યા છે. રાહુલે આ સિઝનમાં માત્ર એક ફિફ્ટી સાથે તેનો સર્વોચ્ચ સ્કોર 58 રન છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવનાર બેટ્સમેનોની યાદીમાં 20માં સ્થાને છે.

શ્રેયસ ઐયરનું પ્રદર્શન

શ્રેયસ ઐયરની આગેવાનીમાં કોલકાતાની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ KKRના કપ્તાન 4 મેચમાં બેટિંગમાં કમાલ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઐયરે 4 મેચમાં 131.88ના સ્ટ્રાઈક રેટ અને 30.33ની એવરેજથી 91 રન બનાવ્યા છે. શ્રેયસ આ IPL સિઝનમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 39 રન છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવનાર બેટ્સમેનોની યાદીમાં 37માં નંબરે છે.

  • Follow us on: