- IPL 2024ની 22મી મેચમાં CSKએ KKRને 7 વિકેટે હરાવ્યું
- ચેન્નાઇએ કોલકાતાના વિજયરથને અટકાવ્યો હતો
- જાડેજાએ એવી હરકત કરી કે સ્ટેડિયમમાં હોબાળો મચ્યો
IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં કોલકાતાની આ પહેલી હાર હતી, ચેન્નાઇએ કોલકાતાના વિજયરથને અટકાવ્યો હતો. આ મેચમાં ધોની પણ બેટિંગ કરવા મેદાનમાં આવ્યા હતા.ધોનીના આગમન પહેલા રવિન્દ્ર જાડેજાએ એવી હરકત કરી કે ચેપોક સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો. આ હંગામાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શિવમ દુબે આઉટ થયા બાદ ધોની બેટિંગ કરવા પહોંચ્યા
ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈએ શિવમ દુબેના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ એમએસ ધોની 5મા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. ધોનીએ 3 બોલમાં 1* રન બનાવ્યા. ધોની બેટિંગ કરવા જાય તે પહેલા રવિન્દ્ર જેડજાએ ચેપોક સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોનું મનોરંજન કર્યું. દુબે આઉટ થતા જ જાડેજા બેટ ળઇને મેદાન તરફ નિકળી પડ્યો અને ફેન્સ સાથે મજાક કરી.
જાડેજાએ ફેન્સ સાથે કરી મજાક
ધોની બેટિંગ માટે જાય તે પહેલા જાડેજા ડગઆઉટમાંથી બહાર આવ્યો અને બેટિંગ માટે જવા લાગ્યો. પરંતુ ત્યારબાદ જાડેજા તરત જ પાછો ફર્યો અને ધોની બેટિંગ કરવા ગયા. જાડેજાએ આ મજાક માત્ર ચાહકોના મનોરંજન માટે કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જાડેજા બહાર આવતાની સાથે જ ફેન્સ જોર જોરથી બૂમો પાડવા લાગે છે.
જાડેજાએ ફેન્સને લઇ નારાજગી વ્યક્ત કરી હતી
જાડેજાએ એકવાર ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે માહી ભાઈ સામે બેટિંગ કરવા જાય છે ત્યારે ચાહકો તેની આઉટ થવાની પ્રાર્થના કરવા લાગે છે. જેના કારણે જાડેજાએ ચાહકોની મજા લીધી હતી. ફેન્સ ધોનીને બને તેટલી બેટિંગ કરતા જોવા માંગે છે.
'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો જાડેજા
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ KKR સામે રમાયેલી મેચમાં શાનદાર બોલિંગ કરીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો હતો. જદ્દુએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.