• IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમની આ ત્રીજી સિઝન છે
  • ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતે IPLનો ખિતાબ જીત્યો
  • નેહરા મેચ દરમિયાન ખૂબ જ એક્ટિવ દેખાય છે

IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમની આ ત્રીજી સિઝન છે. ભલે નવી ટીમ હોય પરંતુ આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ડેબ્યૂ સિઝનમાં જ IPLનો ખિતાબ જીત્યો હતો તથા બીજી સિઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટીમના આ શાનદાર પ્રદર્શન પાછળ મુખ્ય કોચ આશિષ નેહરાની મોટી ભૂમિકા માનવામાં આવે છે. ગુજરાતના મુખ્ય કોચ આશિષ નેહરા મેચ દરમિયાન ખૂબ જ એક્ટિવ દેખાય છે અને ટીમને સલાહ આપતા રહે છે. જો કે વાસ્તવિક જીવનમાં આશિષ નેહરા ખૂબ જ ફની વ્યક્તિ છે. તેમના સાથી ખેલાડીઓએ આશિષ નેહરા સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી છે.

આશિષ નેહરાની વિચિત્ર હરકતો

આશિષ નેહરા ભારતીય ટીમમાં તેની ફની અને વિચિત્ર હરકતો માટે જાણીતા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ, હરભજન સિંહ, અજીત અગરકર અને ઝહીર ખાને અલગ-અલગ ઈન્ટરવ્યુ દરમિયાન આશિષ નેહરાની વિચિત્ર હરકતો અને તેની ફની ઘટનાઓ વિશે જણાવ્યું હતું. ઝહીર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નેહરાજી નેહરાજી છે અને તેમની જગ્યા કોઈ લઈ શકશે નહીં. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર્સ તેમને પ્રેમથી નેહરાજી કહે છે.

નેહરાના ખાસ મિત્ર છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ આશિષ નેહરાના સારા મિત્રોમાંના એક માનવામાં આવે છે. ગુજરાત ટાઇટન્સના કોચની વિચિત્ર હરકતો અંગે યુવરાજે કહ્યું કે તેઓ ક્યારેય સામાન્ય રીતે ઊભા રહી શકતા નથી. નેહરા કહે છે કે શરીરમાં કોઈ ઈજા નથી, ઈજામાં શરીર ફસાઈ ગયું છે. તેઓ સ્વિમિંગ પુલમાં 1-2 કલાક સ્નાન કરતા હતા અને પછી મસાજ લેતા હતા. મેદાન પર વિચિત્ર રીતે કમેન્ટ્સ કરતા હતા. હરભજન સિંહ તેની હરકતો વિશે કહે છે કે તેઓ એક મેચ ગ્રાઉન્ડ પર રમે છે અને પાછા આવ્યા બાદ એક મેચ હોટલમાં રમે છે. જ્યારે કોઈ ભૂલ થઈ જાય, ત્યારે તેઓ કહેતા કે આ સરળતાથી થઈ શક્યું હોત. જ્યારે અજિત અગરકરે કહ્યું કે નેહરા વિચિત્ર રીતે સ્ટ્રેચ કરતા હતા. મેદાન પર દરેક ખૂણેથી કમેન્ટ્સ પાસ કરતા રહેતા હતા.


પોઇન્ટ્સ ટેબલમાં 7માં સ્થાને છે ગુજરાત

ગુજરાત ટાઇટન્સના કોચિંગ દરમિયાન આશિષ નેહરા ખૂબ જ ગંભીર દેખાતા હતા. પોઈન્ટ ટેબલમાં પાછળ રહ્યા બાદ તેની પાસેથી એવી અપેક્ષાઓ છે કે તે પોતાના ખેલાડીઓ દ્વારા ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જશે. હાલ ગુજરાતની ટીમ 5માંથી 2 મેચ જીતીને 7માં સ્થાને છે.

  • Follow us on: