- IPLની 7મી મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાશે
- ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
- ચેન્નાઈ તમિલનાડુના ઘણા ખેલાડીઓને લઈને ચિંતિત
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. ચેન્નાઈએ તેમના IPL 2024 અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં CSKએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. હવે CSKની ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે હવે મેચ પહેલા એક વાતને કારણે ચેન્નાઈનું ટેન્શન વધી ગયું છે. હોમ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ રહી હોવા છતાં ટીમ આને લઈને ચિંતિત છે. CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ મેચ પહેલા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતના ખેલાડીઓએ CSKનું ટેન્શન વધાર્યું
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પણ તેના હોમ ગ્રાઉન્ડ પર IPL 2024ની બીજી મેચ રમવા જઈ રહી છે. તેના હોમ ગ્રાઉન્ડ પર CSKનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. હવે ગુજરાત ટાઇટન્સ ટીમ તેના જ ઘરમાં ચેન્નાઇનો સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ હજુ પણ CSK ચિંતિત છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે કહ્યું છે કે ગુજરાતની ટીમમાં તમિલનાડુના ઘણા ખેલાડીઓ છે. આ ચોક્કસપણે તેમને મદદ કરશે. તે ખેલાડીઓ માટે ઘરેલું મેચ જેવું છે.
ખરેખર, CSK કોચનો સીધો સંદર્ભ સાંઈ કિશોર તરફ હતો. જેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં સાઈએ 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી અને સાઈને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની વિકેટ પણ મળી હતી. આવી સ્થિતિમાં હવે સાઈ કિશોર ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. આ પહેલા સાંઈ કિશોરે રણજી ટ્રોફીમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ સાઈએ તમિલનાડુની ટીમને રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચાડી હતી.
હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઈનો રેકોર્ડ
IPL 2024માં પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ જીત્યા બાદ CSKની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે બીજી મેચ રમવા જઈ રહી છે. તેના હોમ ગ્રાઉન્ડ પર CSKનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને ટીમે મોટાભાગની મેચો જીતી છે. CSKએ તેના હોમ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 65 મેચ રમી છે. જેમાં CSK 47 મેચ જીતી છે અને 17 મેચ હારી છે.