• IPLની 7મી મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાશે
  • ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ગુજરાત ટાઈટન્સ સામે રૂતુરાજનું શાનદાર પ્રદર્શન

IPL 2024ની 7મી મેચમાં આજે એટલે કે મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બે યુવા કેપ્ટન આમને સામને થશે. શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડ તેમની પ્રથમ મેચ જીતી ચૂક્યા છે, તેથી બંનેનું મનોબળ ઘણું ઊંચું છે. જોકે, શુભમન ગીલે CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડથી સાવધાન રહેવું પડશે. ગુજરાત સામે રૂતુરાજનું બેટ કમાલ કરે છે.

5માંથી 4 મેચમાં ફિફ્ટી ફટકારી

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. તેમાંથી રૂતુરાજ ગાયકવાડે 4માં ફિફ્ટી ફટકારી છે. તેણે ગુજરાત સામે 5 મેચમાં 60.80ની એવરેજ અને 146.86ની સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે. IPL 2022માં બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી. પુણેમાં રમાયેલી આ પ્રથમ મેચમાં રૂતુરાજે 48 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. 16મી સિઝનમાં બંને ટીમો ફરી એકવાર ટકરાઈ હતી.રૂતુરાજે મુંબઈમાં રમાયેલી આ મેચમાં 53 રન બનાવ્યા હતા.

ફાઇનલમાં 26 રન બનાવ્યા

ગત સિઝનની પહેલી જ મેચમાં CSKનો સામનો GTનો હતો. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં રૂતુરાજે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. IPL 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ ગુજરાતને 15 રનથી હરાવ્યું હતું. આ મહત્વપૂર્ણ મેચમાં રૂતુરાજે 44 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઈએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રૂતુએ 16 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી.


  • Follow us on: