- કોહલીને IPL મેચોમાં રેકોર્ડ 17મી વખત પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો
- સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બનેલા ટોપ-5 ભારતીય ખેલાડીઓની યાદી
- આ ખિતાબ મેળવનાર ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા પહેલા નંબરે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 49 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ્સના કારણે RCBનો વિજય થયો, જ્યારે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. વિરાટ કોહલીને IPL મેચોમાં રેકોર્ડ 17મી વખત પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે ટોપ-5 ભારતીય ખેલાડીઓની યાદીમાં કોણ છે?
આ ભારતીય ખેલાડીઓનો દબદબો...
IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવનાર ભારતીય ખેલાડી રોહિત શર્મા છે. રોહિત શર્માને 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને 17-17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. આ યાદીમાં યુસુફ પઠાણ ચોથા નંબર પર છે. યુસુફ પઠાણને IPL ઈતિહાસમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડીઓ સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને 14-14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સિઝનની પ્રથમ જીત મળી
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીને પંજાબ કિંગ્સ સામે રેકોર્ડ 17મી વખત IPL મેચોમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. જો આ મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ રીતે RCBને સિઝનની પ્રથમ જીત મળી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.2 ઓવરમાં 8 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.