• રાજસ્થાન રોયલ્સ સામે RCBનો 4 વિકેટે કારમો પરાજય
  • જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં પ્રવેશ કર્યો
  • આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બોલરોનું શાનદાર પ્રદર્શન

અમદાવાદના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની એલિમિનેટર મેચમાં આરસીબીને 4 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. RCB ફરી એકવાર ચોકર્સ સાબિત થયું અને IPLમાંથી બહાર થઈ ગયું. જ્યારે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં પ્રવેશ કર્યો છે. આ મેચમાં RCBનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જે રીતે તે સતત 6 મેચ જીતીને એલિમિનેટર સુધી પહોંચી હતી, તે આત્મવિશ્વાસ ટીમમાં ક્યાંય દેખાતો નહોતો. ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ શો દર્શાવ્યો હતો.

ગ્લેન મેક્સવેલ

આ મહત્વપૂર્ણ મેચમાં RCBનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ ફ્લોપ રહ્યો હતો. બેટિંગ દરમિયાન ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ સિવાય તેણે ફિલ્ડિંગમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. મેક્સવેલે ટોમ કોહલર કેડમોરનો આસાન કેચ છોડ્યો હતો.

દિનેશ કાર્તિક

મેક્સવેલના આઉટ થયા બાદ RCBને નીચલા ક્રમમાં સારી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ દિનેશ કાર્તિકે નિરાશ કર્યા. સાતમા નંબરે આવેલો કાર્તિક 13 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. તેણે માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો.

યશ દયાલ

છેલ્લી મેચના હીરો યશ દયાલે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ 3 ઓવરમાં 37 રન આપ્યા હતા. આ દરમિયાન તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો.

કર્ણ શર્મા

આ મેચમાં કર્ણ શર્માનું પણ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. કર્ણ 4 બોલમાં 5 રન બનાવી શક્યો હતો. જ્યારે બોલિંગમાં તેણે 2 ઓવરમાં 1 વિકેટ લઈને 19 રન આપ્યા હતા. તેણે એક કેચ પણ છોડ્યો હતો.

લોકી ફર્ગ્યુસન

આ મેચમાં સ્ટાર બોલર લોકી ફર્ગ્યુસન નિષ્ફળ રહ્યો હતો. તેણે ઘણા રન આપ્યા હતા.

રાજસ્થાન રોયલ્સના બોલરોનું શાનદાર પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ તરફથી આવેશ ખાન અને રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. આવેશે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિને 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા અને એક વિકેટ લીધી. સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી. રાજસ્થાન રોયલ્સની શાનદાર બોલિંગ સામે RCBની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શકી હતી. આ પછી યશસ્વી જયસ્વાલે શાનદાર શરૂઆત કરીને મેચ પર કબજો જમાવ્યો હતો. આખરે, આ મેચ જીતીને રોયલ્સ ક્વોલિફાયર-2માં પહોંચી ગયું છે.

  • Follow us on: