• પ્રથમ દિવસે મેચના સમયમાં થયો ફેરફાર
  • ભારતીય સમય મુજબ ટોસ સાંજે 7.30 કલાશે થશે
  • પ્રથમ મેચ અને લાઈવ એકશન રાત્રે 8 વાગે થશે શરૂ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી આવૃત્તિ શરૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે. હવે ફરી એકવાર ભારતમાં આગામી બે મહિના સુધી ક્રિકેટનો ઉત્સાહ જોવા મળશે. જો કે, 7 એપ્રિલ સુધીનું માત્ર શિડયુલ જ જાહેર થયું છે. મેચોનો સમય પણ એ જ સમયપત્રક સાથે જાહેર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, મોટાભાગના ચાહકો જાણે છે કે IPL 2024 સાંજે 7.30 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7 વાગ્યે થશે. પરંતુ પ્રથમ મેચના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.આ હિસાબે પ્રથમ મેચનો સમય અડધો કલાક મોડી છે.આ ફેરફાર પાછળનું કારણ ઉદ્ઘાટન સમારોહ છે. પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. તેમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે. તેથી જ પ્રથમ મેચની ટોસ સાંજે 7.30 વાગ્યે થશે અને લાઇવ એક્શન રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

CSK-RCB વચ્ચે ટક્કર

IPL 2024ની પ્રથમ મેચ આજે ઓપનિંગ સેરેમની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોકમાં રમાશે. આ મેચમાં CSK પહેલીવાર રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ઉતરશે.ધોની વિકેટકીપર બેટસમેન તરીકે મેદાનમાં ઉતરશે.RCB સામે હેડ ટુ હેડ રેકોર્ડમાં CSKનો દબદબો છે. આ પહેલા બંને ટીમો કુલ 31 વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી ચેન્નાઈએ 31 મેચ જીતી હતી જ્યારે બેંગલુરુ માત્ર 10 વખત જીત્યું હતું. એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકમાં, RCBએ 8માંથી માત્ર એક જ મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈ 7 વખત જીત્યું છે.

પિચ રિપોર્ટ

CSK અને RCB વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચ સ્પિનરો માટે ઘણી અસરકારક સાબિત થાય છે. સ્પિનરો આ મેદાન પર બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કરે છે. મોટે ભાગે અહીં માત્ર ઓછા સ્કોરવાળી મેચો જ જોવા મળે છે. જો કે પિચની વાસ્તવિક વર્તણૂક મેચ દરમિયાન જ ખબર પડશે, પરંતુ સ્પિનરોને મદદ મળવાની ખાતરી છે. ચેન્નાઈ પાસે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મહિષ તિક્ષાના જેવા ગુણવત્તાયુક્ત સ્પિનરો છે, જે આરસીબીના બેટ્સમેનોનું જીવન મુશ્કેલ બનાવી શકે છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર પ્રભુત્વ ધરાવે છે. ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે 31 મેચ રમાઈ છે, જેમાં CSKનો 20માં વિજય થયો છે. જ્યારે RCB માત્ર 10 મેચ જીતી શકી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકમાં બંને ટીમો 8 મેચ રમી છે, જેમાં ચેન્નાઈએ 7માં જીત મેળવી છે, જ્યારે બેંગલુરુએ માત્ર 1 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર હાવી થઇ શકે છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (wk), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષણા અને મુસ્તફિઝુર રહેમાન.

RCB VS CSK

RCB- ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, આકાશદીપ, અલઝારી જોસેફ, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા.

CSK- રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, અજિંક્ય રહાણે, મોઈન અલી/સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન.



  • Follow us on: