- ધોનીએ ચાર વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
- પૂર્વ ખેલાડી અંબાતિ રાયુડૂએ ધોનીને ચેન્નઈનો ભગવાન ગણાવ્યો
- ચેન્નઈમાં એમએસ ધોનીના મંદિર બનાવવામાં આવશે: રાયડૂ
એમએસ ધોની ભલે ચાર વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો હોય પરંતુ આજે પણ જ્યારે તે ક્રિકેટના મેદાન પર ઉતરે છે તો માત્ર તેના નામનો અવાજ સંભળાય છે. ચેન્નઈમાં તેની ફેન ફોલોઈંગ એવી છે કે મેચ દરમિયાન સ્ટેડિયમ પીળા રંગમાં બદલાઈ જતુ હોય તેવું લાગતું હોય છે અને જ્યારે તે બેટિંગ માટે આવે છે તો નજારો જોવા લાયક હોય છે. ચેન્નઈમાં ધોનીની આ દિવાનગીને જોતા સીએસકેના પૂર્વ ખેલાડી અંબાતિ રાયડૂએ ધોનીને ચેન્નઈનો ભગવાન ગણાવ્યો છે.
અંબાતિ રાયડૂનું વિચિત્ર નિવેદન
અંબાતિ રાયડૂએ કહ્યું કે એમએસ ધોની ચેન્નઈનો ભગવાન છે અને હુ વિશ્વાસથી કહી શકુ છુ કે થોડા વર્ષમાં ચેન્નઈમાં એમએસ ધોનીના મંદિર બનાવવામાં આવશે. તે એવી વ્યક્તિ છે જેણે દેશને બે વર્લ્ડકપ અને ચેન્નઈને ઘણી IPL અને ચેમ્પિયન્સ લીગના ટાઈટલ જીતાડ્યા. તેણે હંમેશા પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને હંમેશા દેશ અને સીએસકે માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ધોની ચેન્નઈમાં છેલ્લી મેચ રમ્યો
એમએસ ધોનીની વર્તમાન ફિટનેસ અને તેની વધતી ઉંમરને જોઈને અટકળ લગાવાઈ રહી છે કે ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2024 અંતિમ સિઝન હશે. જો આ યોગ્ય છે તો તેણે CSK માટે ચેન્નઈમાં છેલ્લી મેચ રમી છે અને ધોની પણ આવું ઈચ્છતો હતો. જો CSK બીજા ક્વોલિફાયર અને ફાઈનલ સુધી પહોંચી તો ચેન્નઈના ચાહકો એક વાર ફરી તેને હોમ ગ્રાઉન્ડ પર જોઈ શકશે.
ધોની પણ આ જ વિચારી રહ્યો હશે...
ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે રવિવારે પાંચ વિકેટથી શાનદાર જીત નોંધાવી. આ મેચ દરમિયાન રાયુડૂએ કહ્યુ કે ધોની એક લીજેન્ડ છે અને ક્રાઉડમાં દરેક તેમના માટે જશ્ન મનાવે છે અને ધોની પણ એ વિચારી રહ્યો હશે કે ચેન્નઈમાં આ તેની છેલ્લી મેચ હોઈ શકે છે.