• પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની ટી-20 સિરીઝ
  • બીજી ટી-20માં પાકિસ્તાનની 7 વિકેટે શાનદાર જીત
  • આ મેચ પહેલા શાહીન શાહ આફ્રિદી ફેન્સ પર ગુસ્સે થયો

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ટીમ ત્રણ મેચની T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનના એક પ્રશંસકે પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદી સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટનાના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાંથી એકમાં શાહીન ખુદ ફેન્સ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે દુર્વ્યવહાર

મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે શાહીન આફ્રિદી ડ્રેસિંગ રૂમમાંથી મેદાન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફેન્સે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં શાહિને તેની અવગણના કરી, પરંતુ જ્યારે તે વારંવાર આવું વર્તન કર્યું ત્યારે તેણે પોતે જ પહેલા ફેન્સને જવાબ આપ્યો. પછી તેઓ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ચાર્જ સંભાળી લીધો હતો. ફેન્સ સામે કાર્યવાહી કરીને તેને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સુરક્ષાકર્મીઓ ફેન્સને મેદાનમાંથી બહાર કાઢતા જોવા મળે છે. આ દરમિયાન ઝઘડો પણ થતો જોવા મળે છે.

પાકિસ્તાનની શાનદાર જીત

પાકિસ્તાને રવિવારે આયર્લેન્ડ સામેની બીજી મેચમાં આયર્લેન્ડને સાત વિકેટે હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. સિરીઝની ત્રીજી મેચ 14 એપ્રિલે રમાશે. શાહીન આફ્રિદીએ મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

શાહીન આફ્રિદીએ 300 વિકેટ પૂરી કરી

તેણે આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગને આઉટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ પણ પૂરી કરી હતી. જો કે તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી હતી.

  • Follow us on: