- કેએલ રાહુલ IPL 2022થી LSGની કેપ્ટનશીપ કરી રહ્યો છે
- કેએલ રાહુલનો જન્મ જન્મ બેંગલુરુમાં થયો હતો
- રાહુલની ટી20 વર્લ્ડકપ 2024 માટે પસંદગી ના થઇ
કેએલ રાહુલ IPL 2022 થી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. લખનૌએ 2022ની મેગા ઓક્શનમાં કેએલ રાહુલને ટીમમાં સામેલ કર્યો હતો. રાહુલની કપ્તાની હેઠળ લખનૌએ છેલ્લી બે સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે લાંબા સમયથી લખનૌ સાથે રહેતા રાહુલે 'લખનવી' અંદાજ બતાવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના સત્તાવાર સોશિયલ મીડિયા પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેએલ રાહુલ લખનૌના અંદાજમાં વાતચીત કરતા જોવા મળ્યા હતા.
બેંગલુરૂ બોય છે કેએલ રાહુલ
રાહુલ કર્ણાટકના બેંગલુરુથી આવે છે. તેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. પરંતુ બેંગલુરુના હોવા છતાં રાહુલે લખનૌની સ્ટાઈલ ખૂબ જ શાનદાર રીતે અપનાવી હતી. વીડિયોમાં કેએલ રાહુલ સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં યુવતી કહે છે, " પહેલે જો કહેતે હૈ પહેલે આપ, દુસરે જો કહેતે હૈ..." જવાબમાં રાહુલે કહ્યું- જી જનાબ. આખા વીડિયોમાં રાહુલ જી જનાબ કહીને વાત કરતો જોવા મળ્યો હતો.
રાહુલની ટી20 વર્લ્ડકપ 2024 માટે પસંદગી ના થઇ
તમને જણાવી દઈએ કે 30 એપ્રિલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે કેએલ રાહુલને ટીમથી દૂર રાખવામાં આવ્યો હતો. આ પહેલા રાહુલ 2022 અને 2021માં રમાયેલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ, આ વખતે સંજુ સેમસનમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
IPL 2024માં રાહુલ સારું ફોર્મ
ઉલ્લેખનીય છે કે IPL 2024માં રાહુલ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં તેણે 40.60ની એવરેજ અને 142.96ની સ્ટ્રાઈક રેટથી 406 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી.