- ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- શુભમન અને રાશિદ ગેમ ચેન્જર સાબિત થઈ શકે
- શુભમન ગિલે આ સિઝનમાં 255 રન બનાવ્યા છે
IPL 2024ની 32મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. ગુજરાતે આ સિઝનમાં 6 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. દિલ્હીએ 6 મેચ રમી છે અને 2 જીતી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. કેપ્ટન શુભમન ગિલ અને રાશિદ ખાન ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ગિલ આ સિઝનમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
શુભમન ગિલનું પ્રદર્શન













