• ફેન્સને ટિકિટના રૂપિયા મળશે પરત
  • વરસાદના કારણે રદ્દ થઈ GT vs KKRની મેચ
  • બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા પણ GT પ્લેઓફથી બહાર

IPL 2024માં 63મી મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાવવાની હતી જે વરસાદના કારણે કેન્સલ થઈ હતી. તેની સીધી અસર ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સ પર પડી. મેચ રદ્દ થયા બાદ બંને ટીમને 1-1 પોઈન્ટ્સ મળ્યા જે ગુજરાત માટે પૂરતું ન હતું.

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ લીધો નિર્ણય

મેચ રદ્દ થવાની સાથે ગુજરાત ટાઈટન્સ પણ પ્લેઓફની રેસથી બહાર થયુ છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ગુજરાત ટાઈટન્સની ટીમના ફેન્સ સ્ટેડિયમ આવ્યા હતા પણ વરસાદના કારણે મેચ થઈ શકી નહીં. ફેન્સને નિરાશા મળી પણ હવે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ ફેન્સને માટે સારા સમાચાર આપ્યા છે. તેઓ ફેન્સને મેચની ટિકિટના રૂપિયા પરત આપશે.

ફેન્સને થયો ફાયદો

ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચેની મેચ અમદાવામાં થવાની હતી પણ વરસાદના કારણે મેચ ટોસ થયા વિના જ રદ્દ કરી દેવામાં આવી હતી. આ મેચને જોવા આવનારા મોટી સંખ્યામાં ગુજરાતને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતુ હવે ફેન્સને તેમની ટિકિટના રૂપિયા પરત મળશે. ફેન્સ મેચ જોયા વિના પાછા ફર્યા અને નિરાશા પણ દેખાડી હતી. ટીમને મળેલા સમર્થનને લઈને હવે ફેન્સને ટિકિટના રૂપિયા પરત અપાશે.

 

પહેલીવાર પ્લેઓફ સુધી ન પહોંચી ગુજરાત ટાઈટન્સ

2023માં ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએસ સાથે જોડાયેલી હતી અને પહેલી સીઝનમાં ખિતાબને ટીમે પોતાના નામે કર્યો હતો. 2 વર્ષ ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાએ કરી હતી. હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ સતત 2 વર્ષ સુધી ફાઈનલ સુધી પહોંચી અને એક વાર ચેમ્પિયન પણ બની. આઈપીએલ 2024ના ઓક્શન પહેલા હાર્દક ગુજરાત છોડીને મુંબઈમાં પરત ફર્યા. આ પછી ગુજરાત ટાઈટન્સની કમાન ગિલે સંભાળી. ટીમનું પ્રદર્શન આઈપીએલ 2024માં સામાન્ય રહ્યું પણ આ વખતે ગુજરાતની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા મેળવી શકી નહીં.  

  • Follow us on: