• 27 મે સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે અરજી
  • શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન કરાશે
  • રાહુલ દ્રવિડ ફરીથી બની શકે છે હેડકોચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વિશ્વકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાના નવા હેડકોચ પદ માટે અરજીઓ માંગી છે. ટીમ ઈન્ડિયાને જલ્દી નવા હેડકોચ મળી શકે છે. ટીમ ઈન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડની પાસે ફરી અરજી કરવાનો અવસર છે. તે તેમના કાર્યકાળને વધારી શકે છે. ટી20 વિશ્વકપ 2024માં રાહુલ દ્વવિડ ટીમ ઈન્ડિયાના હેડકોચ રહેવાના છે પણ સાથે આ ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમના હેડકોચ બદલાઈ શકે છે.

આ દિવસ સુધી સ્વીકારવામાં આવશે અરજી

બીસીસીઆઈના અનુસાર ટીમ ઈન્ડિયાના હેડકોચના પદ માટે અરજી 27મે સાંજે 6 વાગ્યા સુધી જમા કરી શકાશે. હેડકોચ માટે કરાયેલી અરજી પર સમીક્ષા કરાશે. આ પછી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન કરાશે. બીસીસીઆઈએ ટી20 વિશ્વકપ માટે પહેલાથી ટીમ ઈન્ડિયાના નવા હેડકોચની શોધ શરૂ કરી છે કેમકે જૂનમાં જ રાહુલ દ્વવિડનો કાર્યકાળ સમાપ્ત થશે. તો અન્ય તરફ બીસીસીઆઈએ રાહુલ દ્વવિડ માટે પણ પસંદગી કાયમ રાખી છે.

 

શું દ્વવિડ ફરીથી બનશે હેડકોચ?

ટીમ ઈન્ડિયાના હાલના હેડકોચ રાહુલ દ્વવિડ જો ટીમ ઈન્ડિયાની સાથે તેમનો કાર્યકાળ વધારવા ઈચ્છે છે તો તે ફરીથી પદ માટે અરજી કરી શકે છે. બીસીસીઆઈ 3 વર્ષ માટે નવા કોચ શોધી રહી છે. આ સિવાય 3 અલગ અગ ફોર્મેટ માટે કોઈ અલગ કોચ રહેશે નહીં. વનડે વિશ્વકપ 2023 બાદ રાહુલ દ્વવિડનો કાર્યકાળ પૂરો થયો હતો પરંતુ ટી20 વિશ્વકપને માટે તેને વધારવામાં આવ્યો હતો. ભલે દ્વવિડના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા કોઈ પણ આઈસીસી ટ્રોફી ન જીતી હોય પણ ટીમ ઈન્ડિયાના દ્વિપક્ષીય સીરીઝમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે.  

  • Follow us on: