- લખનૌના માલિક સંજીવ ગોયન્કાનો વીડિયો વાયરલ
- સંજીવ ગોએન્કા કેએલ રાહુલ સાથે ખરાબ વર્તન કર્યું
- લાન્સ ક્લુઝનરે આ મામલે પોતાનું મૌન તોડ્યું હતું
લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન કેએલ રાહુલ વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયા બાદ ગોએન્કાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સન રાઇઝર્સ હૈદરાબાદ સામેની કારમી હાર બાદ સંજીવ ગોએન્કા કેએલ રાહુલ સાથે કડક શબ્દોમાં વાત કરતા જોવા મળ્યા હતા. કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે હવે લખનૌ પણ કેએલની કેપ્ટનશીપ પર વિચાર કરી રહ્યું છે. અત્યાર સુધી આ મામલે LSG તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ સોમવારે LSGના આસિસ્ટન્ટ કોચ લાન્સ ક્લુઝનરે આ મામલે પોતાનું મૌન તોડ્યું હતું.
બે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચા
લાન્સ ક્લુઝનરે મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. લાન્સ ક્લુઝનરનેકહ્યું, “બે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચામાં કરતા હતા. તેમાં કોઈ સમસ્યા હોય તેવું લાગતું નથી. અમારા માટે તે ચાના કપમાં તોફાન છે. તે કોઈ મોટી વાત નથી." ચાના કપમાં તોફાનનો રૂઢિપ્રયોગ અર્થ એ છે કે ઓછી અથવા કોઈ મહત્વની બાબત પર મોટો હોબાળો.
કેપ્ટનશીપ બદલવાનો સવાલ જ નથી
ક્લુઝનરે વધુમાં કહ્યું હતું કે કેપ્ટનશીપની આસપાસ કોઈપણ પ્રકારની ચર્ચા નથી. જોકે ક્લુઝનરે સ્વીકાર્યું હતું કે આ સિઝનમાં ટીમનું પ્રદર્શન સારું નહોતું, તેમ છતાં તેને પરિવર્તનની આશા હતી. ક્લુઝનરે કહ્યું કે આરસીબીએ હવે જે કર્યું છે, આપણે પણ તે જ કરવાનું છે. ટીમ માટે તે શક્ય છે. કોચે વધુમાં કહ્યું કે કેએલ રાહુલ માટે આ સિઝન થોડી મુશ્કેલ રહી છે.
લખનૌ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. ટીમે 12માંથી 6 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. LSG પાસે 12 પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.769 છે. જો એલએસજી પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માંગે છે તો તેને તેની બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. આ જીત્યા બાદ એલએસજીના 16 પોઈન્ટ થઈ જશે, પરંતુ તેમ છતાં તેનું ભવિષ્ય અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેશે. નેટ રન રેટના કારણે તેને ટોપ-4માં પડકારનો સામનો કરવો પડી શકે છે.