- હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન
- હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું
- હાર્દિક પંડ્યાએ IPLપહેલા ફેન્સનો સપોર્ટ માંગ્યો
IPL સિઝન-17 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. હવે તમામ ટીમો નવી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે હાર્દિક પંડ્યા પણ IPL 2024ની શરૂઆતની ખૂબ રાહ જોઈ રહ્યો છે. પરંતુ તે પહેલા હાર્દિક પણ ચાહકોની નારાજગીથી ડરી ગયો છે. વાસ્તવમાં, જ્યારથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારથી કેટલાક ચાહકો હાર્દિકથી ખૂબ નારાજ છે. સોશિયલ મીડિયા પર દરરોજ યૂઝર્સ હાર્દિક પંડ્યા વિશે કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે અને ઘણા યુઝર્સ હાર્દિકને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કરે છે. જે બાદ હવે હાર્દિક પંડ્યાએ IPL 2024ની શરૂઆત પહેલા ફેન્સનો સપોર્ટ માંગ્યો છે.
પંડ્યાએ ફેન્સના સમર્થન માટે વિનંતી કરી
વાસ્તવમાં, હાર્દિક પંડ્યા IPL 2024ની હરાજી પહેલા ગુજરાત જાયન્ટ્સમાંથી તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન પણ બનાવ્યો હતો. હવે હાર્દિક નવી સીઝન માટે ઘણો ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. અને IPL 2024 પહેલા, પંડ્યાએ ફેન્સને ફ્રેન્ચાઇઝીને સમર્થન આપવા વિનંતી કરી હતી. હાર્દિક પંડ્યાએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા આવવાથી એવું લાગે છે કે બધું પાછું આવી ગયું છે. ફેન્સના અપાર પ્રેમ અને સમર્થન માટે હું ખૂબ જ આભારી છું. મુંબઈ હંમેશા તમને વધુ સારા બનવા માટે પડકાર આપે છે અને હવે IPLમાં હું 2 વર્ષ પછી ઘરે પરત ફર્યો છું. તેથી ખૂબ આભાર.
હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નવી IPL ટીમ ગુજરાત ટાઈટન્સમાં આવ્યો હતો. જે બાદ ગુજરાત ટાઈટન્સે પહેલી જ સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં IPLનો ખિતાબ જીત્યો હતો. આ પછી હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
જોકે, આ વખતે હાર્દિક ગુજરાતને સતત બીજી IPL ટાઇટલ જીતવામાં મદદ કરી શક્યો નહોતો. IPL 2023 ની ફાઇનલમાં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હાર્દિક પંડ્યા તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં ચેમ્પિયન બનાવવા ઈચ્છે છે.