- મેચમાં સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન સહિત ટીમને દંડ
- IPL 2025ની પહેલી મેચ નહીં રમી શકે હાર્દિક
- મ્પેક્ટ પ્લેયર સહિતના ખેલાડીઓ પર 12-12 લાખ રૂપિયા કે મેચ ફીના 50 ટકા દંડ
મુંબઈ ઈન્ડિયન્સની હારની સાથે આઈપીએલ 2024માંથી વિદાય લીધી. ટીમે પોતાના છેલ્લા ગ્રૂપમાં લખનૌ સુપર જાયન્ટ્સની સામે 18 રનથી હાર મેળવી હતી. મેચમાં સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ટીમ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીં હાર્દિક પડ્યા પર એક મેચનો બૅન પણ લગાવાયો છે. આ સીઝનમાં મુંબઈની તમામ મેચ ખતમ થઈ છે અને હવે તે આઈપીએલ 2025ની પહેલી મેચ રમી શકશે નહીં.
તમામ ખેલાડીઓને પણ મળી સજા
લખનૌ સુપર જાયન્ટ્સની સામેની મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટનો દોષી માનવામાં આવ્યો છે. IPL 2024માં હાર્દિકે ત્રીજી વાર આ ભૂલ કરી છે. એવામાં તેની પર રૂપિયા 30 લાખનો દંડ અને એક મેચનો બૅન લગાવાયો છે. મળી રહેલી માહિતિ અનુસાર સ્લો ઓવર રેટના અપરાધથી સંબંધિત આઈપીએલની આચારસંહિતાના આધારે તે મુંબઈની સીઝનની ત્રીજી ભૂલ હતી. આ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો હતો અને ટીમની આવનારી મેચમાં રમવા માટે પ્રતિબંધ મૂકાયો. હાર્દિકના સિવાય આખી ટીમને પણ સજા આપવામાં આવી છે. ઈમ્પેક્ટ પ્લેયર સહિત તમામ ખેલાડીઓ પર 12-12 લાખ રૂપિયા કે મેચ ફીના 50 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.
કેવી રહી હતી મેચ
મેચની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 55 રન અને નિકોલસ પૂરને 75 રન લીધા. તો નુવાન તુષારા અને પીયૂષ ચાવલાને 3-3 સફળતા મળી. મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 196 રન બનાવી શકી. રોહિત શર્મા 68 અને નમન ધીર 62 રન બનાવી ચૂક્યા હતા. લખનૌની તરફથી નવીન ઉલ હક અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી. સાથે જ ક્રુણાલ પંડ્યા અને મોહસિન ખાને 1-1 વિકેટ લીધી હતી.