- એક સીઝનમાં સૌથી વધુ વખત 500 રન બનાવનાર ખેલાડી બન્યા
- IPLની 17મી સીઝનમાં 14 મેચમાં 520 રન બનાવ્યા છે
- 500થી વધુ રન બનાવનારા ખેલાડીમાં ત્રીજા નંબરે પહોંચ્યા કેએલ રાહુલ
IPLની 17મી સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ભલે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવામાં કામયાબ રહી નહીં પણ તેમના કેપ્ટન કેએલ રાહુલના બેટથી સારું પ્રદર્શન કરવાનો અવસર મળ્યો. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ટીમના આખરી લીગમાં રાહુલના બેટથી 55 રનની સારી ઈનિંગ જોવા મળી. આ સાથે રાહુલે આઈપીએલની 17મી સીઝનમાં 500 રનનો આંકડો પાર કર્યો તો સાથે તે આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે સૌથી વધારે રન બનાવનારા પહેલા ખેલાડી બની ગયા છે.
રાહુલે ધવનને છોડ્યો પાછળ
મુંબઈ ઈન્ડિયન્સની સામે કેએલ રાહુલથી પહેલા આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ શિખર ધવનના નામે હતો. તેઓએ 28 મેચમાં 39.17ની સરેરાશથી 901 રન બનાવ્યા હતા. તો રાહુલે ધવનને પાછળ છોડી દીધો છે. તેઓએ મુંબઈની સામે 18 મેચમાં 79.16ની સરેરાશથી 950 રન બનાવ્યા છે. રાહુલે આ સમયે મુંબઈની સામે 3 સદી અને 6 ફિફ્ટી રમી છે. રાહુલના આઈપીએલની સીઝનનો કમાલ દર્શકોએ માણ્યો છે. તેણે 37.14ની સરેરાશથી 520 રન બનાવ્યા છે.
રાહુલે 17મી સીઝનમાં 14 મેચમાં 520 રન બનાવ્યા છે
કેએલ રાહુલે આઈપીએલની 17મી સીઝનમાં 14 મેચમાં 520 રન બનાવ્યા છે તો સાથે તેમના બેટથી 4 ફિફ્ટી પણ આવી હતી. રાહુલ હવે આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ વખત 500 રન બનાવવામાં ત્રીજા નંબરે પહોંચ્યા છે. રાહુલના બેટથી છઠ્ઠી વખત 500થી વધુ રન જોવા મળ્યા છે. તો આ લિસ્ટમાં પહેલા સ્થાને સંયુક્ત રીતે ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી છે. તેમાં બંનેએ અત્યાર સુધી 7-7 વખત આ કારનામું કર્યું છે.
આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ વખત 500 રન બનાવનારા ખેલાડી
- ડેવિડ વોર્નર - 7
- વિરાટ કોહલી - 7
- કેએલ રાહુલ - 6
- શિખર ધવન - 5