• IPL 2024ની તૈયારી થઈ શરૂ
  • ટીમોએ રિટેન અને રિલીઝ ખેલાડીની કરી જાહેરાત
  • હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે કર્યો ટ્રેડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારી શરૂ થઈ છે. તમામ ટીમોએ તાજેતરમાં ખેલાડીની રિટેન અને રિલીઝ લિસ્ટ જાહેર કરી હતી. હાર્દિક પંડ્યાની ટીમ બદલી ગઈ છે. પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. તે ગુજરાતનો કેપ્ટન હતો. હાર્દિકે ઘર વાપસી કરી છે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ કર્યો છે. જો કે, આમ છતાં મુંબઈની એક મુશ્કેલી દૂર થશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ ફરી એક વખત ખિતાબથી દૂર રહી શકે છે.

મુંબઈ પાસે નથી સારા બોલર

મુંબઈએ પંડ્યાને ટ્રેડ કર્યો છે. તે અનુભવી ઓલઆઉન્ડર ખેલાડી છે. હાર્દિક બેટિંગ સાથે બોલિંગમાં પણ કમાલ બતાવી ચૂક્યો છે. મુંબઈ પાસે અનુભવી બોલર્સની અછત છે. જો જસપ્રીત બુમરાહને છોડી દેવામાં આવે તો, મુંબઈ પાસે કોઈ પણ શ્રેષ્ઠ બોલર નથી. પંડ્યાના ટીમમાં આવવાથી ઘણી વસ્તુઓ ઠીક થઈ શકે છે, પરંતુ સંપૂર્ણ બોલિંગની સમસ્યા ખતમ થશે નહીં.

હાર્દિક અને રોમારિયો શેફર્ડને ટીમમાં લીધા

મુંબઈએ હાર્દિક પંડ્યા સાથે રોમારિયો શેફર્ડને પણ ટીમમાં સામેલ કર્યો છે. તે અત્યાર સુધી અનેક મેચમાં સારૂં પ્રદર્શન કરી ચૂક્યો છે, પરંતુ શેફર્ડ IPLમાં અત્યાર સુધી માત્ર 4 મેચ રમ્યો છે. અ દરમિયાન તેણે 3 વિકેટ પોતાના નામે કરી છે. રોમારિયોએ 31 T20 ઈન્ટરનેશનલ મેચમાં 31 વિકેટ પોતાના નામે કરી છે. તેમણે 25 વનડે મેચમાં 20 વિકેટ પ્રાપ્ત કરી છે. રોમારિયોને જો પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે, તો તે કમાલ કરી શકે છે. પિયૂષ ચાવલા અનુભવી સ્પિનર છે, પરંતુ એ જોવાનું રહ્યું કે, તે આ વખતે કેટલો કારગર સાબિત થશે.

મુંબઈ ઈન્ડિયન્સના રિટેન ખેલાડી

રોહિત શર્મા(કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટીમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પિયૂષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરેનડોર્ફ, રોમારિયો શેફર્ડ, હાર્દિક પંડ્યા

  • Follow us on: