આજના 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એક નજર કરીએ તો રાજ્યમાં ફરી એકવખત ઈન્કમટેક્સનું સર્ચ ઑપરેશન થયું છે. ચાર મહાનગરમાં દરોડા પડતા અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. દરોડાની કામગીરીમાં બેનામી હિસાબોની મોટી વિગત સામે આવી શકે છે. આવી આશંકા સાથે અધિકારીઓ કામ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવી લેવાયા છે. આ શ્રમિકોની વાતચીતમાંથી એ વાત જાણવા મળી છે કે, તેઓ આ દિવસોને ક્યારેય ભૂલી નહીં શકે. આ સિવાયના વાવડ પર એક નજર.....


વધુ વાંચોઃ રાજ્યમાં ફરીવાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, આર.આર.કેબલ ગ્રુપ પર દરોડા

ગુજરાતમાં ફરીવાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. જેમાં આર.આર.કેબલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓએ વહેલી સવારથી ધામાં નાખ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત સેલવાસ અને મુંબઈમાં 40થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૂ થઇ છે.

વધુ વાંચોઃ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી, ઠંડી વચ્ચે સહેલાણીઓ ઉમટ્યા

માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. જેમાં માઉન્ટ આબુમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની છે. તેમાં ઠંડી વચ્ચે સહેલાણીઓ આબુમાં ઉમટ્યા છે. આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. આ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ માઉન્ટ આબુની મુલાકાત લીધી છે.

વધુ વાંચોઃ મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધ ફરમાવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી હતી. હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર અઝાન માટે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ગ્રાહ્ય રાખી ન હતી.

વધુ વાંચોઃ સુરંગમાં ફસાયેલા શ્રમિકો માટે દેવદૂત બની આવ્યા રેટ હોલ માઇનર મુન્ના કુરેશી

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પોતાના સંદેશમાં પીએમ મોદીએ 17 દિવસથી ચાલી રહેલા બચાવ અભિયાનમાં સામેલ તમામ લોકોની ભાવનાને સલામ કરી હતી. બચાવકર્મીઓની સખત મહેનત અને ધીરજ માટે દેશભરમાં વખાણ થઈ રહ્યા છે.

વધુ વાંચોઃ NDRFની ટીમે કર્યુ સેલિબ્રેશન,સૌ કોઇના મોઢે એક જ વાત ક્યારેય નહી ભૂલાય

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ માટે છેલ્લા 17 દિવસથી બચાવ કામગીરી ચાલી રહી હતી. ઓપરેશનની સફળતા બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ કેક કાપીને ઉજવણી કરી હતી. ઉત્તરકાશી ટનલમાંથી તમામ શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવા પર NDRFના DIG મોહસીન શાહિદીએ કહ્યું, ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા એ પોતાનામાં એક પડકાર હતો.

વધુ વાંચોઃ મોટો અકસ્માત થતા રહી ગયો...જઇ રહી હતી કાર, પાછળથી પ્લેને મારી ટક્કર-Video

મંગળવારે (28 નવેમ્બર 2023) ના રોજ યુએસએના મિનેપોલિસ શહેરમાં હાઇવે પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દરમિયાન તેણે પાછળથી એક કારને ટક્કર મારી હતી જેના કારણે ડ્રાઈવર અને પાઈલટ બંને ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનેસોટાના બ્રુકલિન પાર્કમાં સવારે 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.

વધુ વાંચોઃ ઇતિહાસનો કાળો દિવસ હતો...દ.આફ્રિકામાં લિફ્ટ નીચે પડતા 11ના મોત, 75 ઘાયલ

દક્ષિણ આફ્રિકામાં પ્લેટિનમની ખાણમાં મોટો અકસ્માત થયો છે. અહીં, કામદારોને સપાટી પર લઈ જતી વખતે, એક લિફ્ટ અચાનક લગભગ 200 મીટર (656 ફૂટ) નીચે પડી ગઈ. ખાણ સંચાલકે મંગળવારે જણાવ્યું કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 75 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઉત્તરીય શહેર રસ્ટેનબર્ગની ખાણમાં કામદારોની પાળીના અંતે બની હતી. ઘાયલ કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચોઃ હાર્દિક પંડ્યાને લઈ મુંબઈ ઈન્ડિયન્સનો પ્લાન, મળી શકે મોટી જવાબદારી

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હોમટીમમાં પરત ફર્યો છે. હાર્દિક હવે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે ચમકતો જોવા મળશે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી.

વધુ વાંચોઃ વર્લ્ડકપ બાદ કોહલીએ લીધો નિર્ણય, બોર્ડને કરી દીધી જાણ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે, પરંતુ તે ત્યાં માત્ર ટેસ્ટ સીરીઝ માટે જ પહોંચશે. ભારતે તારીખ 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં T20 આંતરરાષ્ટ્રીય ODI અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને પછી તે જ સંખ્યામાં ODI આંતરરાષ્ટ્રીય શ્રેણી પછી, બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે વ્હાઇટ બોલ ક્રિકેટ માટે રજા માંગી છે.

વધુ વાંચોઃ કંતારાના ટ્રેલરે ડંકો વગાડ્યો, 12 કલાકમાં જ વ્યૂઅર્સનો આંકડો લાખોમાં

રિષભ શેટ્ટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે કંતારા ચેપ્ટર 1 ની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ તેણે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે. ફિલ્મનું દમદાર ટીઝર જોયા બાદ દરેક જગ્યાએ હલચલ મચી ગઈ છે.

  • Follow us on: