- ફરી એકવાર જોવા મળશે સાઉથની ફિલ્મનો જાદુ
- ફર્સ્ટલૂક બાદ ફિલ્મ કંતારાની જોરશોરથી ચર્ચા
- મેકર્સે ફરી કોઈ નવી સ્ટોરીથી કમબેક કર્યું છે
રિષભ શેટ્ટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે કંતારા ચેપ્ટર 1 ની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ તેણે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે. ફિલ્મનું દમદાર ટીઝર જોયા બાદ દરેક જગ્યાએ હલચલ મચી ગઈ છે. ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝરે દેશભરમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ટીઝરને રિલીઝ થયાના 24 કલાકની અંદર 12 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સમાચાર શેર કરતાં, હોમ્બલ ફિલ્મ્સે લખ્યું, "12 મિલિયન વ્યૂઝ અને ગણતરી. કંતારાના ટીઝરનો જાદુ હવે દર્શકોના દિલને આકર્ષી રહ્યો છે.
ડરામણી ઝલક જોવા મળી
ટીઝરમાં રિષભ શેટ્ટીની શક્તિશાળી અને ડરામણી ઝલક જોઈ શકાય છે. વિડિઓની શરૂઆત પ્રખ્યાત ગર્જનાથી થાય છે. જે પ્રથમ ફિલ્મમાં પણ સાંભળવામાં આવી હતી. ઉપરાંત, ભવિષ્ય અને ભૂતકાળ સાથે તેનો સંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં ખતરનાક સંગીત પણ સંભળાય છે. ટીઝરને જોયા પછી કોઈપણને ગુસબમ્પ્સ આવશે. પહેલા ભાગ પછી, ચાહકો ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા વર્ષે, 'કાંતારા ચેપ્ટર 1' હિન્દી અને કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને બંગાળી સહિત 7 ભાષાઓમાં રિલીઝ થશે અને તેનું શૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ થશે. ફિલ્મની કાસ્ટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક અસાધારણ વાર્તાથી ભર્યો છે. સ્ટોરી દમદાર હશે એવું આ લૂક પરથી કહી શકાય છે.
સાઉથની બીજી ફિલ્મો આવી રહી છે
માત્ર કંતારા નહીં પણ સાઉથી બીજી પણ ઘણી ફિલ્મો પાઈપલાઈન્સમાં છે. આ ફિલ્મોને લઈને મેકર્સ તૈયારીઓ કરી રહ્યા છે. જોકે, મેકર્સ ધીમે ધીમે ફિલ્મના વિષય અને પોસ્ટર જાહેર કરે છે. આ પછી હવે મહેશ બાબુની પણ એક ફિલ્મ આવી છે જેનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. આ પછી પુષ્પા અને કેજીએફની આગામી સીરીઝ પણ આવી રહી છે. જોવાનું એ રહે છે કે, આ વખતે પુષ્પા અને કંતારા કેવી કમાણી કરાવી જાય છે. સાઉથની ફિલ્મો બોક્સઓફિસ પર સારી એવી ચાલે છે. આ ફિલ્મોથી પણ મેકર્સને સારી એવી આશા છે.