• ઇન્કમટેક્સના અધિકારીઓએ વહેલી સવારથી ધામા નાખ્યા
  • અમદાવાદ, વડોદરા, મુંબઈમાં 40થી વધુ સ્થળે દરોડાની કામગીરી
  • ગ્રુપના ચેરમેન, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ

ગુજરાતમાં ફરીવાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. જેમાં આર.આર.કેબલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓએ વહેલી સવારથી ધામાં નાખ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત સેલવાસ અને મુંબઈમાં 40થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૂ થઇ છે.

ગ્રુપના ચેરમેન રમેશ કાબરા, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ

ગ્રુપના ચેરમેન રમેશ કાબરા, ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. જેમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી થતા વેપારીઓ ફફડાટ છે. આર.આર.કેબલ ગ્રુપ પર IT વિભાગનું સર્ચ ઓપરેશન છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, સેલવાસમાં IT વિભાગના દરોડા પડ્યા છે. ગુજરાત સહિત મુંબઈમાં 40થી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૂ છે. ત્યારે વડોદરામાં આર.આર.કેબલની ઓફિસે સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે.

ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે

કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ થઇ છે. તેમજ તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરાયા છે. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં તપાસ થઇ રહી છે. ડિરેક્ટરો તેમજ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. વડોદરાના આર.આર.કેબલની ઓફિસે આઈ.ટીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે. આઈ.ટી ના 8 અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલની ઓફિસે સર્ચ શરૂ છે. ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.


  • Follow us on: