- ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- એમએસ ધોની બન્યો ગોલ્ડન ડકનો શિકાર
- હર્ષલ પટેલે ધોનીને બતાવ્યો હતો પેવેલિયનનો રસ્તો
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ IPL 2024માં એમએસ ધોનીને આઉટ કરનાર પ્રથમ બોલર બની ગયો છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચાલી રહેલી મેચમાં હર્ષલે પહેલા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ધોનીને ક્લીન બોલ્ડ કર્યા બાદ પણ હર્ષલે તેની ઉજવણી કરી ન હતી. ધોની પહેલીવાર IPLમાં 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
હર્ષલે વિકેટની ઉજવણી ન કરી
મેચની છેલ્લી ઓવરમાં કંઈક એવું જોવા મળ્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ચેન્નાઈની ઈનિંગની 19મી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ધોનીને હર્ષલ પટેલે ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. જ્યારે ધોની પહેલા જ બોલ પર આઉટ થયો ત્યારે આખા સ્ટેડિયમમાં અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. ધોની સાથે જે થયું તે કોઈ માની ન શકે. ધોનીના આઉટ થયાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધોની ગોલ્ડન ડકનો શિકાર બન્યો
આઈપીએલની વર્તમાન સિઝનમાં એમએસ ધોની આઉટ થયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. પરંતુ બોલર હર્ષલે પોતાની વિકેટની ઉજવણી કરી ન હતી. હર્ષલે ઓવરના ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરને ક્લીન બોલ્ડ કર્યો અને પછીના જ બોલ પર ધોનીના સ્ટમ્પસને ઉખાડી નાખ્યા હતા. જો કે ધોનીને આઉટ કર્યા બાદ હર્ષલે તેના બંને હાથ હવામાં ઉંચા કર્યા પરંતુ કોઈ જોરથી સેલિબ્રેશન કર્યું નહીં.
ચેન્નાઈની ઈનિંગ્સના અંત પછી જ્યારે હર્ષલ પટેલને તેની ઉજવણી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “વિકેટ સૂકી હતી. જ્યારે ધોની ક્લીન બોલ્ડ થયો ત્યારે મેં વિકેટની ઉજવણી કરી ન હતી કારણ કે હું તેનું ખૂબ સન્માન કરું છું. તમે જેટલી વધુ બોલિંગ કરશો, તેટલા તમે સારા બનશો. હું નેટમાં ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યો છું અને જ્યારે તે બહાર આવે છે ત્યારે તે તમને સારા પરિણામો આપે છે.”