• PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ મોટી જાહેરાત કરી
  • પાકિસ્તાન વર્લ્ડકપ જીતશે તો ખેલાડીને ઇનામ આપશે
  • દરેક ખેલાડીને $100,000નું ઇનામ આપવામાં આવશે

PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ જાહેરાત કરી હતી કે જો પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડકપ જીતશે તો દરેક ખેલાડીને $100,000 (PKR 2.77 કરોડ) મળશે. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમે શનિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રાષ્ટ્રીય શિબિરની શરૂઆત કરી હતી. નકવી ગદ્દાફી સ્ટેડિયમ પહોંચ્યા હતા. પીસીબીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નકવી તેમની મુલાકાત દરમિયાન ખેલાડીઓ અને અધિકારીઓ બંનેને મળ્યા હતા.

PCBએ ઈનામની જાહેરાત કરી

બોર્ડે કહ્યું, પીસીબી અધ્યક્ષ બે કલાક સુધી ખેલાડીઓ સાથે રહ્યા. તેમણે કહ્યું કે નકવીએ ખેલાડીઓ સાથે રણનીતિ અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. PCB અનુસાર, નકવીએ જાહેરાત કરી હતી કે જો પાકિસ્તાન T20 વર્લ્ડકપ જીતશે તો દરેક ખેલાડીને $100,000 (2.77 કરોડ પાકિસ્તાની રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે. નકવીએ એમ પણ કહ્યું કે ટ્રોફી ઉપાડવાની સરખામણીમાં ઈનામની રકમનું કોઈ મહત્વ નથી. તેમણે આશા વ્યક્ત કરી કે ટીમ પાકિસ્તાન આ વખતે વર્લ્ડકપ જીતશે.

નકવીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

નકવીએ ખેલાડીઓને કોઈપણ દબાણ વગર રમવા અને જોરશોરથી સ્પર્ધા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેણે કહ્યું, "જીત તમારી જ થશે. કોઈની પરવા ન કરો, ફક્ત પાકિસ્તાન માટે રમો. મેદાન પર ટીમ વર્કનું પ્રદર્શન કરો. ભગવાન ઈચ્છશે તો વિજય તમારો જ થશે. નકવીએ વધુમાં કહ્યું કે તમામ ખેલાડીઓ એક છે. તેણે આશા વ્યક્ત કરી કે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરશે. તેણે ખેલાડીઓને કહ્યું, દેશને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તમારે તેના પર ખરા ઉતરવું પડશે.


  • Follow us on: