• પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે ધોની અંગે આપ્યું મોટું નિવેદન
  • જો ધોની RCBનો કપ્તાન હોત તો ત્રણ IPL ટ્રોફી જીતી હોત
  • ભારતમાં ધોની જેવો ક્રિકેટર ક્યારેય થયો નથી: વસીમ અકરમ

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ધોનીની કપ્તાની હેઠળ, ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી છે અને ધોનીની કપ્તાની હેઠળ, CSKએ પાંચ IPL ટાઇટલ જીત્યા છે. IPL 2024 પહેલા, ધોનીએ સુકાની પદ છોડવાની જાહેરાત કરી અને CSKના નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડને કમાન સોંપી હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે એક અનોખી ભવિષ્યવાણી કરી છે. અકરમનું માનવું છે કે જો ધોની RCBનો કેપ્ટન હોત તો આ ફ્રેન્ચાઇઝી ટીમ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ ટાઇટલ જીતી ચૂકી હોત. આ સિવાય અકરમે એમ પણ કહ્યું કે ભારતમાં ધોની જેવો ક્રિકેટર ક્યારેય થયો નથી.

'RCBએ ત્રણ IPL ટ્રોફી જીતી હોત'

એક ઈન્ટરવ્યુમાં અકરમે કહ્યું, 'જો એમએસ ધોની આ ટીમનો કેપ્ટન હોત તો RCB અત્યાર સુધીમાં ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી ગઈ હોત. RCB આજ સુધી એક પણ IPL ટ્રોફી જીતી શક્યું નથી. તેમની પાસે વિરાટ કોહલી જેવો આધુનિક સમયનો મહાન ખેલાડી છે. પરંતુ કમનસીબે તે કોઈ ખિતાબ જીતી શક્યું નથી, પરંતુ જો ધોની RCBમાં હોત તો તે આ ટીમને ટ્રોફી આપાવી શક્યો હોત.

ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન

વધુમાં અકરમે કહ્યું, 'કોઈપણ ગ્રાઉન્ડ પર જાઓ, પછી ભલે તમે દિલ્હી, કોલકાતા, મુંબઈ કે પંજાબ જાઓ... હૈદરાબાદ, લખનૌ, અમદાવાદ, ગમે ત્યાં જાઓ.. સ્ટેડિયમમાં ધોનીની ફેન્સ જોવા મળે છે, અને તે ભારતને અત્યાર સુધી આવો બીજો કોઈ કેપ્ટન, વિકેટકીપર મળ્યો નથી કે કેપ્ટનસી અને વિકેટકીપિંગ દ્રારા ભારતને મેચ જીતાડી હોય, તો ધોનીનું સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત નહીં થાય તો કોનું થશે?


  • Follow us on: