- ICC T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- BCCIએ 30 એપ્રિલે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત
- વર્લ્ડકપમાં ટીમના પ્રદર્શન અંગે રવિ શાસ્ત્રીનું મોટુ નિવેદન
ICC T20 વર્લ્ડકપ 2024 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. મોટાભાગના દેશોએ ટીમો જાહેર કરી દીધી છે. ભારતીય ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માના હાથમાં છે. વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચે કહ્યું કે આ વર્લ્ડકપમાં રોહિત કે વિરાટ કોહલી પર નહીં પરંતુ બે યુવા ખેલાડીઓ કરશે કમાલ.
આ ખેલાડીઓ કરશે કમાલ
T20 વર્લ્ડકપ 2024ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે પહેલીવાર વર્લ્ડકપનો ભાગ બનશે. જેમાં યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરતા જોવા મળશે અને શિવમ દુબે મિડલ ઓર્ડરમાં ધમાલ મચાવતો જોવા મળશે. આ બંને ખેલાડીઓના વખાણ કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે જયસ્વાલ અને દુબે પહેલીવાર વર્લ્ડકપ રમી રહ્યા છે. આ વખતે વિરાટ કોહલી કે સૂર્યકુમાર યાદવ સિવાય તમારે આ બે ડાબા હાથના બેટ્સમેન પર નજર રાખવી પડશે. આ બંને બેટ્સમેન જાણે છે કે કેવી રીતે નિર્ભય અને વિસ્ફોટક રીતે બેટિંગ કરવી. જેમ કે જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં બેટિંગ કરી હતી.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે બોલરોએ મિડલ ઓર્ડરમાં શિવમ દુબેથી સાવધાન રહેવું પડશે. આ ખેલાડી વિસ્ફોટક અને મેચ વિનર છે. દુબે ખૂબ જ સરળતાથી સિક્સર ફટકારે છે, ખાસ કરીને જે રીતે તે સ્પિન બોલરોને હંફાવે છે. તે એવો ખેલાડી છે જે દરેક બોલને ફટકારી શકે છે.
બંને ખેલાડીઓ IPLમાં કરી રહ્યા છે કમાલ
એક તરફ, યશસ્વી જયસ્વાલ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહી છે. તો શિવમ દુબે આ સિઝનમાં CSK માટે તોફાની બેટિંગ કરતો જોવા મળે છે. જયસ્વાલની સિઝનની શરૂઆત ખાસ રહી ન હતી પરંતુ ધીમે-ધીમે તેને પોતાની લય મળી અને તેણે રન બનાવવાનું શરૂ કર્યું. જયસ્વાલે આ સિઝનમાં પણ સદી ફટકારી છે. બીજી તરફ, શિવમ દુબેએ અત્યાર સુધી IPL 2024માં 11 મેચમાં 170ના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન દુબેએ પોતાના બેટથી 24 ફોર અને 26 સિક્સર ફટકારી છે.