• IPL વચ્ચે ઈમ્પેક્ટ પ્લેયર ખૂબ જ ચર્ચાનો વિષય
  • આ નિયમ ઓલરાઉન્ડરોના પ્રભાવને નષ્ટ કરી રહ્યો છે
  • ટીમ ઈન્ડિયા માટે સીમ ઓલરાઉન્ડર ચિંતાનો વિષ

IPL 2024ની વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ખૂબ જ ચર્ચિત વિષય બની ગયો છે. આ નિયમ હેઠળ, તમામ ટીમો પાસે દરેક મેચ માટે 5 ઈમ્પેક્ટ ખેલાડીઓ હોય છે. જેમાંથી ટીમ એક ખેલાડીનો ઉપયોગ કરી શકશે. દરેક મેચમાં ટીમ આ નિયમ હેઠળ એક ખેલાડીનો ઉપયોગ કરે છે. જો કોઈ ટીમને મેચ દરમિયાન બેટ્સમેનની જરૂર હોય, તો ટીમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એક ખેલાડીનો ઉપયોગ કરે છે, ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈ ખેલાડીને મેદાનની બહાર બેસવું પડે છે. જ્યારે ટીમને બોલરની જરૂર હોય તો ટીમ બોલરનો ઉપયોગ કરે છે. IPLની તમામ ટીમો આ નિયમનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી હોવા છતાં આ નિયમની સીધી અસર ઓલરાઉન્ડરો પર જોવા મળી રહી છે. જે ટીમ ઈન્ડિયા માટે સારું નથી.

ટીમ ઈન્ડિયા પર અસર

ટીમ ઈન્ડિયા IPL 2024 બાદ T20 વર્લ્ડકપ 2024 રમવા જઈ રહી છે. BCCI આ ટૂર્નામેન્ટમાં મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છે છે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સમક્ષ એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ નથી તો તેના જેટલો ફાસ્ટ બોલિંગ અને બેટિંગ કરી શકે તેવો બીજો ઓલરાઉન્ડર કોણ છે? ભારત પાસે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર હોવા છતાં, આ બંને ખેલાડીઓ સ્પિન બોલિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે ઘણા સીમ બોલિંગ ઓલરાઉન્ડર છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઈમ્પેક્ટ પ્લેયર્સનો નિયમ ઓલરાઉન્ડરોના પ્રભાવને નષ્ટ કરી રહ્યો છે. ઘણા પૂર્વ ભારતીય ખેલાડીઓએ આ નિયમ પર સવાલ ઉઠાવ્યા છે.

ઈમ્પેક્ટ પ્લેયર્સનો નિયમ શું છે?

IPL 2023માં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ અમલમાં આવ્યો. આ અંતર્ગત તમામ ટીમોએ ટોસ દરમિયાન પોતાના 5 ઈમ્પેક્ટ ખેલાડીઓના નામ આપવાના રહેશે. ટીમ મેચ દરમિયાન ઈમ્પેક્ટ ખેલાડીઓનો ઉપયોગ કરે છે. આ નિયમ હેઠળ તમામ ટીમો મેચમાં માત્ર એક જ વખત ખેલાડીઓ બદલી શકે છે. આઈપીએલ 2024 દરમિયાન, એવું જોવામાં આવ્યું છે કે ઘણા ખેલાડીઓ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યા અને ટીમને જીત તરફ લઈ ગયા. KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં જોશ બટલર પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, જે દરમિયાન બટલરે પણ શાનદાર સદી ફટકારીને રાજસ્થાનને જીત તરફ દોરી હતી.


  • Follow us on: